મુંબઇ: મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય પ્રધાન રાજેશ ટોપેની માતાનું 1 ઓગસ્ટ શનિવારે નિધન થયું છે. તે ઘણાં સમયથી બિમાર હતા, તેમને મુંબઇની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેની ઉંમર 75 વર્ષની હતી.
મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય પ્રધાન રાજેશ ટોપેની માતાનું નિધન - મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય પ્રધાન રાજેશ ટોપેની માતાનું 1 ઓગસ્ટ શનિવારના રોજ નિધન થયું છે. તે ઘણાં સમયથી બિમાર હતા. તેઓ મુંબઇની હોસ્પિટલમાં દાખલ હતા.

મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે
મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે રાજેશ ટોપેની માતાને શ્રદ્ધાંજલિ આપતા લખ્યું કે, સ્વાસ્થ્ય પ્રધાન રાજેશ ટોપેની માતા શારદાતાઇના નિધનના સમાચાર સાંભળીને દુ:ખ થયું છે. ઘણાં સમયથી તેમની માતા હોસ્પિટલમાં દાખલ હતા, છતાં રાજેશ ટોપેએ કોરોનાથી લડાઇ લડીને મહારાષ્ટ્ર રાજ્યની સંભાળ લીધી હતી.
મહારાષ્ટ્રના કેબિનેટ પ્રધાન અને NCP પ્રમુખ જયંત પાટિલે પણ તેમની સંવેદના વ્યકત કરી હતી.
Last Updated : Aug 2, 2020, 9:36 AM IST