મહારાષ્ટ્ર: કોરોના વાઈરસના ફેલાવાને ધ્યાનમાં રાખીને ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર સરકારે લોકડાઉન 31 મે સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. મહારાષ્ટમાં કોરોના વાઈરસના સૌથી વધું કેસ નોંધાયા છે.
કોરોના વાઈરસ: મહારાષ્ટ્ર સરકારે લોકડાઉનમાં કર્યો વધારો, 31 મે સુધી લાગુ રહેશે લોકડાઉન - corona update
મહારાષ્ટ્ર સરકારે કોરોના વાઈરસના કારણે લાગુ કરાયેલા લોકડાઉનમાં વધારો કર્યો છે. મહારાષ્ટ્રમાં 31 મે સુધી લોકડાઉન લાગુ રહેશે.
કોરોના વાઈરસ: મહારાષ્ટ્ર સરકારે લોકડાઉનમાં કર્યો વધારો, 31 મે સુધી લાગુ રહેશે લોકડાઉન
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં નવા 1,606 કોવિડ-19ના પોઝિટિવ કેસ નોંધાયા છે. કુલ આંક વધીને 30,706 પર પહોંચી ગયો છે. હાલ, આ દર્દીઓમાંથી કુલ 22,479 સક્રિય કેસ છે. જ્યારે 67 લોકોનાં મોત થતાં કુલ મૃત્યુઆંક 1,135 પર પહોંચી ગયો છે.