મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે 15 ઓક્ટોબર (ગુરુવાર) થી મેટ્રો રેલ ચલાવવાની મંજૂરી આપી છે. તેમજ મહારાષ્ટ્ર સરકારે જાહેર પુસ્તકાલયોને ફરીથી ખોલવાની મંજૂરી આપી છે. મહારાષ્ટ્ર સરકારની 'બીગેન અગેઇન' માર્ગદર્શિકા હેઠળ સાવધાની રાખીને આવતીકાલથી મેટ્રો રેલ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. જો કે, તે માટે કેટલીક પ્રમાણભૂત ઓપરેટિંગ પ્રક્રિયાઓ (એસઓપી) સૂચવવામાં આવી છે.
મહારાષ્ટ્રમાં આજથી દોડશે મેટ્રો ટ્રેન - Corona guidelines
મહારાષ્ટ્ર સરકારે 15 ઓક્ટોબર (ગુરુવાર)થી મેટ્રો રેલ ચલાવવાની મંજૂરી આપી છે. આ સાથે જ મહારાષ્ટ્ર સરકારે જાહેર પુસ્તકાલયોને ફરીથી ખોલવાની મંજૂરી આપી છે.
Mumbai
મહારાષ્ટ્ર સરકારના 'બિગેન અગેન' માર્ગદર્શિકા હેઠળ સરકારી અને ખાનગી લાઇબ્રેરીઓને ખોલવાની મંજૂરી આપવામાં આવશે. સાપ્તાહિક બજારો ચલાવી શકાશે અને વેપાર પ્રદર્શનોની પણ મંજૂરી આપવામાં આવી છે. આ સાથે જ શાળાઓને બીજી છૂટ આપવામાં આવી છે. જે મુજબ કન્ટેઇન્ટમેન્ટ ઝોનમાં 50 ટકા સ્ટાફને શાળામાં બોલાવી શકાશે, પરંતુ અભ્યાસ ફક્ત ઓનલાઇન થશે.
Last Updated : Oct 15, 2020, 6:46 AM IST