મુંબઈ: યોગગુરુ બાબા રામદેવે કોરોનાની દવા બનાવી હોવાનો દાવો કર્યો હતો. પતંજલીની આ દવા પર ભારત સરકારના આયુષ મંત્રાલયે પ્રતિબંધ લગાવી દીધો હતો. હવે આ નિર્ણય બાદ પતંજલીએ કેન્દ્રીય આયુષ મંત્રાલયની તમામ શંકાઓને દૂર કરવાનો દાવો કર્યો છે. ત્યારે મહારાષ્ટ્ર સરકારે આ દવાના વેચાણ પર પ્રતિબંધ લગાવ્યો છે.
કોરોનિલ દવાના વેચાણને મંજૂરી નહીં આપે મહારાષ્ટ્ર સરકાર - જયપુરની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ
યોગગુરુ બાબા રામદેવે કોરોનાની દવા બનાવી હોવાનો દાવો કર્યો હતો. પતંજલીની આ દવા પર ભારત સરકારના આયુષ મંત્રાલયે પ્રતિબંધ લગાવી દીધો હતો. હવે આ નિર્ણય બાદ પતંજલીએ કેન્દ્રીય આયુષ મંત્રાલયની તમામ શંકાઓને દૂર કરવાનો દાવો કર્યો છે. ત્યારે મહારાષ્ટ્ર સરકારે આ દવાના વેચાણ પર પ્રતિબંધ લગાવ્યો છે.
Maharashtra goverment
મહારાષ્ટ્ર સરકારના ગૃહપ્રધાન અનિલ દેશમુખે કહ્યું કે, કોરોનિલના ક્લીનિકલ ટ્રાયલ વિશે હજુ કોઈ વિશેષ જાણકારી નથી. જેને લઈ મહારાષ્ટ્રમાં દવા વેચવા પર પ્રતિબંધ રહેશે. મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે ટ્વીટ કરીને કહ્યું કે, જયપુરની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં આ વિશે જાણકારી મેળવાશે કે, શું પતંજલિની કોરોનિલનું ક્લીનિકલ ટ્રાયલ કરવામાં આવ્યું કે કેમ? અમે બાબા રામદેવને ચેતવણી આપીએ છીએ કે, અમારી સરકાર નકલી દવાઓને વેચવાની પરવાનગી આપશે નહીં.