મુંબઈઃ દેશમાં સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસ કેરળ અને મહારાષ્ટ્રમાં સામે આવ્યા છે. કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 203 થઈ છે. હજુ પણ આ આંકડો વધી શકે છે. દેશમાં સંક્રમિત લોકોની સંખ્યા 980 પર પહોંચી છે. આ તકે દેશમાં 25 લોકોનાં મોત થયા છે.
મહારાષ્ટ્રમાં કોરોનાના 203 પોઝિટિવ કેસ, 8ના મોત
મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસથી સંક્રમિત લોકોની સંખ્યા 203 થઈ છે. કોરોનાથી મહારાષ્ટ્રમાં કોરોનાથી અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા છે.
મહારાષ્ટ્રમાં કોરોનાના 203 પોઝિટિવ કેસ, 8ના મોત
મહારાષ્ટ્રનાં સ્વાસ્થ્ય પ્રધાન રાજેશ ટોપે કહ્યું હતું કે, અત્યાર સુધીમાં 34 લોકોને સાજા કરી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે.
તેેઓએ સંક્રમિત લોકોની માહિતી આપી હતી. જેમાં મુંબઈ-થાણેમાંથી 107, નાગપુરમાં 13, અહમદનગરમાં 3, રત્નગીરીમાં 1, ઔરંગાબાદમાં 1, યવતમાલમાં 3, મિરાજમાં 25, સતારાથી 2, સિંધુદુર્ગ, કોલ્હાપુર, જલગાંવ અને બુલધાનાથી એક-એક કેસ પ્રકાશમાં આવ્યા છે.