મુંબઈઃ દેશમાં સૌથી વધુ કોરોનાના પોઝિટિવ કેસ કેરળ અને મહારાષ્ટ્રમાં નોંધાયા છે. કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા મહારાષ્ટ્રમાં 302 થઈ છે. હજુ પણ આ આંકડો વધી રહ્યો છે. દેશમાં સંક્રમિત લોકોની સંખ્યા 1400થી વધારે થઈ છે.
મહારાષ્ટ્રમાં કોરોનાના નવા 72 પોઝિટિવ કેસ નોંધાયા, કુલ આંકડો 302 - ભારતમાં કોરોના
મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસથી સંક્રમિત લોકોની સંખ્યા 302 થઈ ગઈ છે. કોરોનાના મહારાષ્ટ્રમાં વધુ 72 પોઝિટિવ કેસ નોંધાયા છે.
મહારાષ્ટ્રમાં કોરોનાના નવા 72 પોઝિટિવ કેસ સામે આવ્યા, કુલ આંકડો 302
મહારાષ્ટ્રનાં સ્વાસ્થ્ય પ્રધાન રાજેશ ટોપેએ માહિતી આપતા જણાવ્યું કે, નવા આવેલા 72 કેસમાં 59 મુંબઈના છે. અહમદનગરમાં 3 જ્યારે અન્ય કેસ અલાવા, પુણે, થાણે, કલ્યાણ, નવી મુંબઈ અને વિરારના બે-બે કેસ છે.
આ ઉપરાંત મુંબઈમાં કોરોના વાઈરસથી પ્રભાવિત વિસ્તારોમાં સરકાર દ્વારા વૉર રુમ પણ શરુ કરાયા છે.