આ બેઠક બાદ થોરાટે મીડિયાને જણાવ્યું હતું કે, આજે અમે 45 સીટો પર નિર્ણય લીધો છે. જેમાં કુલ ઉમેદવારોની સંખ્યા વધારીને 85 થઈ ગઈ છે.
મહારાષ્ટ્ર ચૂંટણી: કોંગ્રેસે 85 સીટ પર નામ ફાઈનલ કર્યા - સીટો પર ઉમેદવારોના નામ જાહેર
નવી દિલ્હી: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં હવે એક મહિનાથી પણ ઓછો સમય રહ્યો છે, ત્યારે આવા સમયે કોંગ્રેસે ચૂંટણી સમિતિની બેઠકનું આયોજન કરી તેમાં 45થી વધારે સીટ પર નિર્ણય લીધો હતો. જો કે, અંતિમ નિર્ણયમાં આ સંખ્યા વધારીને 85 ઉમેદવારોના નામ પર મોહર લાગી ગઈ છે. આ સમિતિની બેઠક કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીની આગેવાનીમાં થઈ હતી. આ બેઠકમાં અહેમદ પટેલ, અંબિકા સોની, જ્યોતિરાદિત્ય સિંધિયા, મલ્લિકાર્જુન ખડગે, કેસી વેણૂગોપાલ, બાબા સાહેબ થોરાટ અને અન્ય નેતાઓ પણ સામેલ હતાં.
latest news of maharashtra congress
મહારાષ્ટ્ર પ્રદેશ અધ્યક્ષ થોરાટે કહ્યું કે, પાર્ટી આગામી દિવસોમાં વિધાનસભાની અન્ય સીટો પર ઉમેદવારોના નામ જાહેર કરી દેશે.
કોંગ્રેસ અને એનસીપીએ 125-125 સીટો પર વિધાનસભા ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. બાકીની સીટો નાની પાર્ટીઓમાંથી છોડી દેવામાં આવી છે.