ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મહારાષ્ટ્ર: NCPના બે ધારાસભ્ય લાપતા, બંને એ કહ્યું- ચિંતાના કરો - ncp congress and shivsena alliance news

મુંબઈઃ મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય બબાલ વચ્ચે હવે NCPના 2 ધારાસભ્યો ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી. નાસિક અને શાહપુરના ધારાસભ્યો ગઈકાલથી સંપર્ક વિહોણા થયા છે. દૌલત દરોડાએ મીડિયા સામે આવીને તેમને કહ્યું કે, તેઓ, લાપતા નથી. બીજી તરફ NCP ધારાસભ્ય નીતિન પવારે ગુમ થવાની વાતનું ખંડન કર્યું છે.

mla missing

By

Published : Nov 24, 2019, 10:56 AM IST

Updated : Nov 24, 2019, 4:57 PM IST

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ધમાસાણ વચ્ચે હવે એન.સી.પી.ના બે ધારાસભ્યો ગુમ થયા હતા. આ અંગે ફરિયાદ નોંધાઈ હતી.

નાસિકના ધારાસભ્ય નીતિન પવાર અને શાહપુરના ધારાસભ્ય દૌલત દરોડા ગઈકાલથી ગુમ છે. તેઓ ન તો ઘરે પહોંચ્યા છે, ન તો તે પક્ષની બેઠકમાં. વળી, તેમનો કોઈ સંપર્ક પણ થયો નથી. જેથી નીતિન પવારના પુત્રએ પોતાના પિતા ગુમ થયા હોવાની ફરિયાદ દાખલ કરાવી છે. જ્યારે અન્ય એક એનસીપી નેતાએ શાહપુરના ધારાસભ્ય દૌલત દરોડાના ગુમ થવા અંગે પોલીસ ફરિયાદ કરી છે. ધારાસભ્યોને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ બંને ધારાસભ્યો ગઈકાલે અજિત પવાર સાથે તેમના શપથગ્રહણમાં સાથે હોવાની ચર્ચા ચાલી રહી છે.

Last Updated : Nov 24, 2019, 4:57 PM IST

ABOUT THE AUTHOR

...view details