ગુજરાત

gujarat

ETV Bharat / bharat

CM પદ માત્ર બહાનું, શિવસેનાની પહેલેથી જ ભાજપ સાથે ન આવવાની ગોઠવણ હતીઃ ફડણવીસ - statement of uddhav thakrey

મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી કરતાં વધુ ઉત્તેજના પરિણામો પછી ઉભી થઈ છે. સત્તાની સાઠમારી વચ્ચે દેવેન્દ્ર ફડણવીસે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને રાજીનામું આપ્યુ હતું. આ પછી મીડિયાને સંબોધતા તેમણે કહ્યું હતું કે, મુખ્યપ્રધાન પદ માટે અઢી-અઢી વર્ષ સત્તા સંભાળવાની કોઈ વાત થઈ નહોતી.

CM પદ માત્ર બહાનું, શિવસેનાની પહેલેથી જ ભાજપ સાથે ન આવવાની ગોઠવણ હતીઃ ફડણવીસ

By

Published : Nov 8, 2019, 6:31 PM IST


આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, જનાદેશ ભાજપ અને શિવસેના ગઠબંધનને મળ્યો છે. ભાજપનો સ્ટ્રાઈક રેટ 70 ટકા રહ્યો છે જે 2014ની સરખામણીમાં વધ્યો છે. એ વાત સાચી છે કે અમને અમારા લક્ષ્યાંક કરતા ઓછી બેઠક મળી.

સરકાર બનાવવા માટે અમારી પાસે બધા જ વિકલ્પ ખુલ્લા છે. જીત પછી પત્રકાર પરિષદમાં ઉદ્વવ ઠાકરેનો આભાર માન્યો હતો. અઢી-અઢી વર્ષ સીએમ પદ માટે મારી સામે કોઈ નિર્ણય લેવાયો નથી. જો કોઈ વચન અપાયું હોય તો બેસીને તેનું નિરાકરણ લાવવું જોઈએ. પરંતુ, ચર્ચા કરવા માટે પણ ના કહી દેવા સાથે શિવસેનાએ વડાપ્રધાન મોદી ઉપર જે ટિપ્પણી કરી તે દુર્ભાગ્યપૂર્ણ છે.

વડાપ્રધાન ઉપર આટલા ગંભીર આક્ષેપો તો કોંગ્રેસ અને એનસીપીએ પણ નથી લગાવ્યા. અમે પણ બાલાસાહેબ ઠાકરે અંગે કોઈ નિવેદન નથી આપ્યુ. શિવસેના અધ્યક્ષ ઉદ્વવ ઠાકરે માટે પણ ક્યારેય અભદ્ર ભાષાનો ઉપયોગ નથી કર્યો. ઉદ્વવ ઠાકરે સાથે વાત કરવાની પણ કોશિશ કરી પરંતુ તેમણે ફોન ન ઉઠાવ્યો.

ફડણવીસે શિવસેનાના વલણ અંગે ટિપ્પણી કરતાં જણાવ્યું કે, શિવસેના કોંગ્રેસ અને એનસીપીની વાત કરી રહી છે. પહેલેથી જ બધી ગોઠવણ હતી. સીએમ પદ તો માત્ર બહાનું છે
.

ABOUT THE AUTHOR

...view details