મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારે કરાર પર ફરજ બજાવતા ડૉકટરોના માનદમાં નોંધપાત્ર વધારો કરવાની જાહેરાત કરી છે. મુખ્ય પ્રધાને જણાવ્યું કે, આ વધારાથી કરારના આધારે કામ કરતા ડૉકટરોની સરખામણીએ તેમના બોન્ડમાં સેવા આપતા ડૉકટરોને માન-માન મળશે અને તેમના સંકલ્પને મજબૂત બનાવશે.
ડૉકટરો માટે મહારાષ્ટ્ર મુખ્ય પ્રધાને કરી અગત્યની જાહેરાત - ડૉકટર
મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારે કરાર પર ફરજ બજાવતા ડૉકટરોના માનદ(પગાર)માં નોંધપાત્ર વધારો કરવાની જાહેરાત કરી છે.
Maharashtra CM
આદિજાતિ વિસ્તારોમાં તેમના બોન્ડ આધારે સેવા આપતા ડૉકટરોને 60,000ની જગ્યાએ 75,000 રૂપિયા અને આદિજાતિ વિસ્તારોના નિષ્ણાંત તબીબોને 70,000ની જગ્યાએ 8,5000 રૂપિયા ચૂકવવામાં આવશે.
અન્ય ક્ષેત્રના MBBS ડૉકટરોને તેમના માનમાં રૂ. 55,000થી વધારીને 70,000 કરવામાં આવશે. આ ઉપરાંત અન્ય ક્ષેત્રના નિષ્ણાંત ડૉકટરોને 65,000ની જગ્યાએ 80,000 રૂપિયાનું માનદ મળશે.