ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મહારાષ્ટ્રમાં આજે પ્રધાનમંડળનું વિસ્તરણ, 36 પ્રધાનો લઈ શકે છે શપથ - પ્રધાન લેશે શપથ

મહારાષ્ટ્રઃ આજે સરકારના પ્રધાનમંડળનું વિસ્તરણ થશે. બાદમાં રાજ્યમાં મુખ્યપ્રધાન સહિત 46 પ્રધાનો થશે. રાજ્યમાં નાયબ મુખ્ય પ્રધાન પદના મુખ્ય નામોમાં અજીત પવાર આગળ છે.

મહારાષ્ટ્ર સીએમ સોમવારના રોજ કરશે મંત્રિમંડળનું વિસ્તરણ
મહારાષ્ટ્ર સીએમ સોમવારના રોજ કરશે મંત્રિમંડળનું વિસ્તરણ

By

Published : Dec 29, 2019, 9:23 PM IST

Updated : Dec 30, 2019, 4:22 AM IST

મુખ્ય પ્રધાન ઉદ્ઘવ ઠાકરેના પ્રધાન મંડળમા નાયબ મુખ્ય પ્રધાન તરીકે અજીત પવારની શક્યતાઓ છે. 28 નવેમ્બરે ઉદ્ઘવ ઠાકરેએ CM પદના શપથ લીધા હતા. આ દરમિયાન તેમની સાથે જયંત પાટીલ, છગન ભુજબલ, એકનાથ શિંદે, સુભાષ દેસાઈ, બાલાસાહેબ થોરાટ અને નિતિન રાઉતે પણ પ્રધાન પદે શપથ લીધા હતા.

હાલ મહારાષ્ટ્રમાં NCP, કોંગ્રેસ અને શિવસેના ગઠબંધનની સરકાર છે. મુખ્ય પ્રધાન ઉદ્ઘવ ઠાકરે સાથે બે પ્રધાન અને કોંગ્રેસ-NCPમાંથી 2-2 પ્રધાનો સામેલ છે.

પ્રધાનમંડળમાં કોંગ્રેસના 12 પ્રધાન, જેમાં 10 કેબિનેટ અને 2 રાજ્ય પ્રધાન, શિવસેનામાંથી ઉદ્ઘવ સહિત 15 પ્રધાન, જેમાં 11 કેબિનેટ અને 3 રાજ્ય કક્ષાના જ્યારે NCPમાંછી 16 પ્રધાન જેમાં 12 કેબિનેટ અને 4 રાજ્ય પ્રધાનની શક્યતાઓ છે.

Last Updated : Dec 30, 2019, 4:22 AM IST

ABOUT THE AUTHOR

...view details