ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મહારાષ્ટ્ર: ભાજપ પોતાના ધારાસભ્યો અને પદાધિકારીઓની બેઠક બોલાવશે - ધારાસભ્ય દળના નેતા દેવેન્દ્ર ફડણવીસ

મુંબઈ: મહારાષ્ટ્ર ભાજપ પોતાના ધારાસભ્યો, જિલ્લા સ્તરના પદાધિકારીઓ અને વિધાનસભા ચૂંટણીમાં હારેલા ઉમેદવારોની અલગ અલગ બેઠક બોલાવશે. ભાજપના એક નેતાએ આ અંગે જણાવ્યું હતું કે, ધારાસભ્ય દળના નેતા દેવેન્દ્ર ફડણવીસ સાથે આ તમામ નેતાઓ વાર્તાલાપ કરશે. આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ ચંન્દ્રકાન્ત પાટિલ પણ હાજર રહેશે.

maharashtra bjp latest news

By

Published : Nov 14, 2019, 12:04 PM IST

આ નેતાએ આગળ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર પ્રભારી સરોજ પાંડે પણ બેઠકમાં જોડાશે. ભાજપે બેઠકનો ત્રીજો દિવસ હારેલા ઉમેદવારો માટે રાખ્યો છે, જ્યાં તેમની સાથે ચર્ચા વિચારણા કરવામાં આવશે.

આ બેઠકમાં ચૂંટણી દરમિયાન બળવાખોર સાબિત થયેલા નેતાઓ પણ સામેલ થશે. જે પાર્ટીમાં રહેવાની ઈચ્છા જાહેર કરી ચૂકેલા છે. ફડણવીસ અને પાટિલ તેમની સાથે પણ ચર્ચા કરશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં અલગ અલગ સ્થળ પર યોજાનારી ચૂંટણીને લઈને પણ ચર્ચા થશે. મહારાષ્ટ્રમાં 21 ઓક્ટોબરે થયેલી ચૂંટણીમાં ભાજપને 105 સીટ મળી હતી. જો કે, સહયોગી પાર્ટી શિવસેના છેલ્લે છેલ્લે કોથળામાંથી બિલાડું કાઢતાં અહીં હજુ પણ સરકાર બનવાનો કોઈ રસ્તો નજર આવતો નથી.

ABOUT THE AUTHOR

...view details