નાગપુર: મહારાષ્ટ્રના વર્ધા જિલ્લામાં અપરાધની ભયંકર ઘટના નોંધાઈ છે. આ ઘટનામાં એક મહિલાને જીવતી સળગાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ પીડિત મહિલા એક પ્રોફેસર છે. તે વર્ધાના હિંગન ઘાટ તાલુકા વિસ્તારની એક કોલેજમાં ભણાવવા જઈ રહી હતી. સ્ટોપ પર બસની રાહ જોઈ રહેલી પીડિતા પર તેને એક તરફી પ્રેમ કરી રહેલા વિકેશ નાગરાડે નામના વ્યક્તિએ અચાનક હુમલો કર્યો હતો.
મહારાષ્ટ્રના વર્ધામાં મહિલા પ્રોફેસરને જીવતી સળગાવવાનો પ્રયાસ કરાયો
મહારાષ્ટ્રના વર્ધામાં એક મહિલા પ્રોફેસરને જીવતી સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પીડિતાનું શરીર 40 ટકા બળી ગયું છે. આ મામલો એકતરફી પ્રેમનો હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાથી રોષે ભરાયેલા ગ્રામજનોએ આરોપીઓને ફાંસીની સજા આપવાની માગ કરી છે.
આરોપી વિકેશ નાગરાડેએ પીડિતના ચહેરા પર પેટ્રોલ નાખીને આગ ચાંપી દીધી હતી. ઘટના સ્થળે હાજર લોકોએ પીડિતાને સ્થાનિક હોસ્પિટલમાં ખસેડી હતી. પ્રાથમિક સારવાર બાદ પીડિતાને વધુ સારવાર માટે નાગપુર ખસેડવામાં આવી છે. ડોકટરોના જણાવ્યા મુજબ પીડિતાનું શરીર 40 ટકા બળી ગયું છે અને તેનો અવાજ અને આંખો જવાની શક્યાતા છે.
સ્થાનિક અદાલતે આરોપી વિકેશ નાગરાડેને પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યો છે. આ ઘટનાથી રોષે ભરાયેલા લોકોએ મંગળવારે હિંગન ઘાટ પર વિરોધ પ્રદર્શન કર્યું હતું. 10 હજારથી વધુ લોકોએ સ્થાનિક અધિકારીને મળીને આરોપીને ફાંસીની સજા કરવાની માગ કરી છે.