ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મહારાષ્ટ્રઃ ઈન્દ્રાવતી નદીમાં બોટ ડૂબી જવાથી 2 મહિલા ગુમ, 13 લોકોને બચાવાયા

મહારાષ્ટ્રના ગઢચિરૌલી જિલ્લામાં આવેલી ઈન્દ્રાવતી નદીમાં 15 લોકોને લઈ જઈ રહેલી બોટ ડૂબી ગઈ હતી. એક અધિકારીએ આ સમગ્ર માહિતી આપી હતી. હાલમાં બોટની 2 મહિલાઓ ગુમ છે. જ્યારે 13 લોકોને બચાવી લેવાયા છે.

મહારાષ્ટ્રઃ ઈન્દ્રાવતી નદીમાં બોટ ડૂબી જવાથી 2 મહિલા ગુમ, 13 લોકોને બચાવાયા
મહારાષ્ટ્રઃ ઈન્દ્રાવતી નદીમાં બોટ ડૂબી જવાથી 2 મહિલા ગુમ, 13 લોકોને બચાવાયા

By

Published : Oct 21, 2020, 1:48 PM IST

  • મહારાષ્ટ્રના ગઢચિરૌલી જિલ્લાની નદીમાં બોટ ડૂબી
  • ઈન્દ્રાવતી નદીમાં 15 લોકોને લઈ જઈ રહી હતી બોટ
  • હાલ 2 મહિલા પણ ગુમ છે
  • બોટમાં જઈ રહેલા 13 લોકોને બચાવી લેવાયા

મહારાષ્ટ્રઃ ગઢચિરૌલી જિલ્લામાં આવેલી ઈન્દ્રાવતી નદીમાં 15 લોકોને લઈ જઈ રહેલી બોટ અચાનક ડૂબી ગઈ હતી. ત્યારથી બોટની સાથે 2 મહિલાઓ પણ ગુમ છે. જ્યારે 13 લોકોને બચાવી લેવાયા છે. એક અધિકારીએ સમગ્ર માહિતી આપી હતી.

મહારાષ્ટ્રઃ ઈન્દ્રાવતી નદીમાં બોટ ડૂબી જવાથી 2 મહિલા ગુમ, 13 લોકોને બચાવાયા

મંગળવાર રાતથી લઈ બુધવાર સવાર સુધીમાં 13 લોકોને બચાવાયા

ગઢચિરૌલીના જિલ્લા કલેક્ટર દિપક સિંગલાએ પીટીઆઈને જણાવ્યું કે, આ ઘટના મંગળવારે સાંજે સિરોંચા તાલુકાના સોમનેર ગામ પાસે થઈ હતી. અહીં બે બોટ છત્તીસગઢના મૌઝા અટ્ટુકપલ્લીથી પર આવી રહી હતી, જેમાં 10 પુરુષ અને 5 મહિલા આવી રહ્યા હતા. હાલમાં 13 લોકોને બચાવી લેવાયા છે, જ્યારે 2 મહિલા હજી પણ ગુમ છે. નદીમાં પથ્થર સાથે અથડાવવાથી બંને બોટ પલટી ગઈ હતી. સાત લોકો તરીને સુરક્ષિત સ્થાને પહોંચી ગયા હતા. રાત્રે વરસાદ પડી રહ્યો હતો અને સ્થાનિક માછીમારો, પોલીસ અને વન વિભાગના કર્મચારીઓએ બુધવાર સવાર સુધી કુલ 13 લોકોને બચાવી લીધા હતા. જિલ્લાની બચાવ ટૂકડી પણ ઘટનાસ્થળે હાજર છે. હાલમાં ગુમ થયેલી 2 મહિલાઓની તપાસ કરી રહ્યા છીએ.

ABOUT THE AUTHOR

...view details