માયાવતીના ભાષણની પ્રમુખ વાતો
- દેવબંધની રેલીમાં ભીડ જોઈ વડાપ્રધાન પણ ગભરાઈ જશે પછી તો ગઠબંધન અંગે ખબર નહીં શું શું બોલશે.
- ભાજપનું જાવું નક્કી જ છે, મહાગઠબંધન આવશે. જો ભાજપ ઈવીએમમાં કોઈ છેડછાડ નહીં કરે તો ભાજપની વિદાય નક્કી જ છે.આ વખતે ચોકીદાર સફળ નહીં થાય.
- કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, વિપક્ષના વાયદાઓમાં ન આવો. સરકાર બનતા આ તમામ મુદ્દાઓ સાઈડમાં જતા રહે છે.
- યોગી આદિત્યાનાથ પર પ્રહારો કરતા કહ્યું કે, યોગીએ રાજ્યના ખેડૂતોને ફિક્સ કરેલા નાણા હજું ચૂકવ્યા નથી. મોદીની સાથે સાથે યોગીને પણ ભગાવો.
- માયાવતીએ ભાજપ કોગ્રેસ બંને પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો. પહેલા બોફોર્સ અને હવે રાફેલ. લોભામણી જાહેરાતોમાં ફસાતા નહીં, ગઠબંધનમાં જ મત આપજો તેવી વાત માયાવતીએ કરી હતી.
- પ્રિયંકા ગાંધી પર પ્રહારો કરતા જણાવ્યું કે, આજે બોટ યાત્રા, ગંગામાં ડૂબકી લગાવી લોકોને ગુમરાહ કરી રહ્યા છે.
- માયાવતીએ મુસ્લિમ સમાજને લઈ કહ્યું તેમણે પોતાના મત વહેંચવા દેવા જોઈએ નહીં.