ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઝારખંડ ચૂંટણી: વિપક્ષી મહાગઠબંધને બેઠકોની વહેંચણી કરી, 'સોરેન' મુખ્ય ચહેરો - રાષ્ટ્રીય જનતા દળ

રાંચી: ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી માટે વિપક્ષી મહાગઠબંધને શુક્રવારના રોજ સીટોની વહેંચણીની જાહેરાત કરી છે. મહાગઠબંધનમાં ઝારખંડ મુક્તિ મોર્ચા, કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળ સાથે આવવાની જાહેરાત કરી છે. આ મહાગઠબંધનમાં મુખ્યપ્રધાનનો ચહેરો હેમંત સોરેન હશે.

mahagathbandhan seat sharing

By

Published : Nov 8, 2019, 6:33 PM IST

ઝારખંડ વિધાનસભાની 81 સીટો માટે ઝામુમો 43 તથા કોંગ્રેસ 31 સીટ પર ચૂંટણી લડશે. જ્યારે સાત સીટ પર રાજદ લડશે.

મહાગઠબંધન તરફથી આયોજીત પત્રકાર પરિષદમાં આ અંગેની જાહેરાત થઈ હતી, જેમાં સોરેનને મુખ્યપ્રધાનનો ચહેરો બનાવવામાં આવ્યો છે.

આ પત્રકાર પરિષદમાં એમ પણ જણાવાયું હતું કે, કોઈ પણ વિધાનસભા સીટ પર મૈત્રેય સંઘર્ષ નહીં થાય. આવું કરવાવાળા નેતા પર સંબંધિત પાર્ટી તાત્કાલિક કાર્યવાહી કરશે.

પત્રકાર પરિષદમાં હેમંત સોરેને જણાવ્યું હતું કે, સાથી પાર્ટીઓ સાથે હજુ અનેક મુદ્દા પર વાતચીત ચાલી રહી છે.

તેમણે આગળ જણાવ્યું હતું કે, સીટોનો પ્રશ્ન નથી, પણ ઝારખંડમાંથી ભાજપને હટાવવાનું છે.

જો કે, આ પત્રકાર પરિષદમાં રાજદના કોઈ નેતા હાજર નહોતા રહ્યાં. એવું માનવામાં આવી રહ્યું છે કે, બેઠકોની વહેંચણીને લઈ રાજદ નારાજ હોવાનું જાણવા મળ્યું છે. રાજદ આઠ સીટની માંગણી પર અડગ છે. તે જ કારણ છે કે, તેજસ્વી રાંચીમાં હોવા છતાં પણ પત્રકાર પરિષદમાં ન જોડાયા.

ABOUT THE AUTHOR

...view details