બિહારની નાથનગર વિધાનસભા સીટ પર હિન્દુસ્તાની આવામ મોર્ચાના પ્રમુખ જીતનરામ માંઝીએ અહીં અજય રાયને ઉમેદવાર જાહેર કર્યા છે. જ્યારે રાષ્ટ્રીય જનતા દળે પણ આ સીટ સહિત ત્રણ બેઠક પર પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. બીજીતરફ હિન્દુસ્તાની આવામ મોર્ચાને વિકાસશીલ પાર્ટીનો પણ સાથ મળ્યો છે. વી.આઈ.પી.એ પણ સિમરી બખ્તીયારપુરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે.
21 ઓક્ટોબરે બિહારની પાંચ વિધાનસભા સીટ પૈકી નાથનગર, બેલહર, સિમરી બખ્તીયારપુર, દરૌંધા અને કિશનગંજમાં પેટાચૂંટણી યોજાશે.
રાષ્ટ્રીય જનતા દળે રાબિયા ખાતૂનને નાથનગરમાંથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે રામદેવ યાદવને બેલહર બેઠક પરથી ટિકિટ આપી છે. આ બંને ઉમેદવારોના નામની સાથે રાબડી દેવીની પાર્ટીનું સિમ્બોલ લાગી ગયું છે. રાજદે સિમરી બખ્તીયારપુરથી જફર આલમને ઉમેદવાર બનાવવાનો નિર્ણય લીધો છે. જો કે, કોણ ઉમેદવાર હશે તેનો ખુલાસો હજી થયો નથી.
રાજદના પ્રવક્તા મૃત્યંજય તિવારીએ બુધવારના રોજ કહ્યું હતું કે, મહાગઠબંધન ફક્ત જીદ અને અહંમની સાથે ન ચાલે, પણ કર્તવ્ય નિર્વહન પણ કરવું પડે છે. તેમણે કહ્યું હતું કે, માંઝીએ મહાગઠબંધન સાથે ચર્ચા વગર ઉમેદવારની જાહેરાત કરવી ન જોઈએ. હિન્દુસ્તાની આવામ મોર્ચાએ ગઠબંધન છોડી દેતા રાજદ નેતાએ કહ્યું હતું કે, જેને જ્યાં જવું હોય ત્યાં જાય!
તેમણે કહ્યું કે, ગઠબંધન માટે કોઈ પણ પાર્ટી બેઠક જવા દેવા રાજી નથી. રાજદ જે ચાર સીટ પર ઉમેદવાર ઉતારી રહી છે, તે રાજદની પરંપરાગત સીટ રહી છે.