ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મહારાષ્ટ્ર ચૂંટણી: 'મહાગઠબંધન' અને 'મહામોર્ચા' વચ્ચે મહા-યુદ્ધ - ફરી એક વાર સત્તામાં વાપસી

મુંબઈ: મહારાષ્ટ્રમાં 21 ઓક્ટોબરના રોજ યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં મુખ્ય ટક્કર મહાગઠબંધન અને મહામોર્ચા વચ્ચે થવાની છે. મહાગઠબંધનમાં ભાજપ અને શિવસેના તથા મહામોર્ચમાં કોંગ્રેસ અને એનસીપી છે.

maharashtra election

By

Published : Oct 10, 2019, 4:04 PM IST

મહાગઠબંધને દાવો કર્યો છે કે, વિતેલા પાંચ વર્ષમાં સરકારના પ્રદર્શનના કારણે તેઓ પૂર્ણ બહુમત સાથે સત્તામાં વાપસી કરશે. તો વળી મહામોર્ચો સત્તાધારી પાર્ટીને હટાવી ફરી એક વાર સત્તામાં વાપસી કરવાની કવાયત કરી રહી છે.

મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસની આગેવાનીમાં સત્તાધારી મહાગઠબંધને લોકસભા ચૂંટણીમાં 48માંથી 41 સીટ પર કબજો કર્યો હતો, જેને લઈ ભાજપ અને શિવસેના ખુશ છે.

ઉપરાંત ભાજપ અને શિવસેનામાં સારી એકજૂટતા છે, જ્યારે વિપક્ષમાં તેની કમી જોવા મળે છે.

સામે પક્ષે પ્રકાશ આંબેડકરની વંચિત બહુજન અઘાડી જેવી પાર્ટીઓ તમામ 288 સીટો પર ચૂંટણી લડી રહી છે.

આ ઉપરાંત રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના, આમ આદમી પાર્ટી, વિદર્ભ સંઘર્ષ સમિતિ, એઆઈએમઆઈએમ સહિત અનેક પાર્ટીઓ છે. જે અનેક સીટો પર મહાગઠબંધન અને મહામોર્ચાને ટક્કર આપી શકે છે.

કોંગ્રેસ અને એનસીપીની સામે સૌથી મોટી ચેલેન્જ એ છે કે, વર્તમાનમાં જે સંખ્યા છે તેને વિધાનસભામાં જાળવી રાખવી અને નાની પાર્ટીઓમાં વિશ્વસનિયતા ઊભી કરવી.

વિપક્ષને હાલમાં ખેડૂતો, પુર, અમુક વિસ્તારોમાં દુષ્કાળ, મોંઘવારી, બેરોજગારી તથા અર્થવ્યવસ્થા જેવા મુદ્દા પર કથિત રીતે સત્તાધારી ગઠબંધનનો વિરોધ કરી સત્તામાં વાપસી કરવાની આશા રાખી રહ્યા છે.

આ બાજુ સત્તાધારી ગઠબંધન ભાજપ અને શિવસેના કલમ 370ને મુદ્દા બનાવી ચૂંટણી પ્રચારમાં તેનો ઉપયોગ કરવા વિચારી રહી છે. જેવી રીતે વડાપ્રધાન મોદી અને અમિત શાહ હાલમાં કરી રહ્યા છે.

મહાગઠબંધનમાં જોઈએ તો ભાજપ, શિવસેના, રામદાસ આઠવલેની આરપીઆઈ, વિનાયક મેતેની શિવ સંગ્રામ, મહાદેવ જનકરની રાષ્ટ્રીય સમાજ પક્ષ તથા સદાભાઉ ખોતની રાયત ક્રાંતિ સંઘટના સામેલ છે.

બીજી બાજુ મહામોર્ચામાં કોંગ્રેસ, એનસીપી, જયંત પાટિલની pwp, હિતેન્દ્ર ઠાકુરની બહુજન વિકાસ અઘાડી, રાજૂ શેટ્ટીની સ્વાભિમાની શેતકારી સંઘટના, જોગેન્દ્ર કવાડેની પીઆરપી અને સમાજવાદી પાર્ટી સામેલ છે.

ABOUT THE AUTHOR

...view details