ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મહારાષ્ટ્રના ભાજપ ઉપાધ્યક્ષે પ્રિયંકા ગાંધી સાથે ગેરવર્તણુ કરનાર પોલીસ વિરુદ્ધ કાર્યવાહી કરવા કરી માંગ - કોંગ્રેસ

મહારાષ્ટ્રના ઉપાધ્યક્ષ ચિત્રા વાઘે રવિવારે ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને પ્રિયંકા ગાંધી સાથે ગેરવર્તણુ કરનાર પોલીસકર્મી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.

cx
cx

By

Published : Oct 5, 2020, 10:53 AM IST

મુંબઈઃ મહારાષ્ટ્રના ઉપાધ્યક્ષ ચિત્રા વાઘે રવિવારે ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને પ્રિયંકા ગાંધી સાથે ગેરવર્તણુ કરનાર પોલીસકર્મી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.

હાથરસ ઘટના બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પીડિતાને મળવા જઈ રહ્યા હતા તે દરમિાન દિલ્હી- ઉપ્ર સીમા પર પોલીસ કર્મીઓ દ્વારા તેમની સાથે કથિત રીતે ગેરવર્તણુક કરવામાં આવ્યું હતું. જેને લઈ મહારાષ્ટ્રના ઉપાધ્યક્ષ ચિત્રા વાઘે યોગી આદિત્યનાથને તે પોલીસ કર્મી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.

ચિત્રા વાઘે આ મામલે કોંગ્રેસનું સમર્થન કર્યુ છે. તેમણે કહ્યું કે તે ભાજપમાં જોડાયા બાદ પણ તેમના સંસ્કારને ભુલ્યા નથી. તેમણે ટ્વિટ કર્યુ છે કે એર પોલીસ અધિકારીની મહિલા નેતાના કપડા પકડવાની હિંમત કેવી રીતે થઈ. પોલીસે પણ તેમની હદમાં રહેવું જોઈએ. ભારતીય સંસ્કારોમાં વિશ્વાસ ધરાવાનાર યોગી આદિત્યનાથે આ પોલીસ કર્મીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જોઈએ.

વાધે આ ટ્વિટ સાથે પ્રિયંકા ગાંધીની તસવીર પણ શેર કરી છે.

ABOUT THE AUTHOR

...view details