મદુરાઈ/તમિલનાડુ : મદુરાઈનું નામ આવતાની સાથે જ આપણને મીનાક્ષી મંદિર, થિરુમલાઈ નાયકર મહેલ, જલિકટ્ટુ અને ઈડલીની યાદ આવે છે. તો મદુરાઈનું પ્રખ્યાત પીણું જિગરઠંડાને આપણે કઈ રીતે ભૂલી શકીએ. ઘણાં લોકો ફક્ત જિગરઠંડાનો સ્વાદ માણવા મદુરાઈ આવે છે. બાળકોથી લઈને વડીલો સુધી, બધાને જિગરઠંડા પસંદ છે.
દરિયાઈ વનસ્પતિ, બદામ, રેઝિન કે જે ગુંદર જેવો ચીકણો પદાર્થ હોય છે અને નન્નારી સરબતના મિશ્રણની સાથે ચીઝ અને બાસંતી આઈસ્ક્રીમને ઉકાળેલા દૂધમાં મેળવવામાં આવે છે. જિગરઠંડા પીણું ઠંડુ અને સ્વાદિષ્ટ હોવાની સાથે તેમાં પ્રોટીન અને વિટામીન પણ હોય છે. જિગરઠંડા એ મદુરાઈની ઓળખ છે, આ પીણું મદુરાઈની મોટી અને નાની એમ બંને હોટલોમાં વેચાય છે. વિદેશી પ્રવાસીઓની સાથે સાથે ઉત્તર ભારતના પ્રવાસીઓ પણ આ પીણાંનો સ્વાદ માણવા ખાસ મદુરાઈ આવે છે. સિંગાપુરના લોકોને પણ જિગરઠંડા પીણું આકર્ષિત કરી રહ્યું છે. આ પીણાને હવે સિંગાપુર મોકલવામાં આવશે.