ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મધ્ય પ્રદેશ: 117 વર્ષની વૃદ્ધા બની સૌથી વધુ પ્રમાણિક આવકવેરો ભરનાર વ્યક્તિ - આવકવેરો ભરનાર સૌથી વૃદ્ધ મહિલા

મધ્ય પ્રદેશના સાગર જિલ્લાના બીના ગિરીજા તિવારીને આવકવેરો ભરનાર સૌથી વૃદ્ધ તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે. આવકવેરા અધિકારીઓ ગિનીજા તિવારીનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સૌથી વૃદ્ધ વયમાં આવકવેરો ભરનાર તરીકે મોકલવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ગિરીજા તિવારી
ગિરીજા તિવારી

By

Published : Jul 30, 2020, 5:00 PM IST

ભોપાલ: મધ્ય પ્રદેશના સાગર જિલ્લાના બીનામાં રહેતા 117 વર્ષીય ગિરિજા તિવારીને મધ્યપ્રદેશ-છત્તીસગઢ આવકવેરા વિભાગના સૌથી વૃદ્ધ અને પ્રામાણિક આવકવેરા ભરનાર વ્યક્તિ તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે.

પાનકાર્ડ પર નોંધાયેલી માહિતી મુજબ, ગિરિજા તિવારીનો જન્મ તારીખ 15 એપ્રિલ 1903ના રોજ થયો છે. તે સ્વતંત્રતા સેનાની સ્વર્ગસ્થ સિદ્ધનાથ તિવારીની પત્ની છે અને રાજ્ય સરકાર તરફથી પેન્શન મેળવે છે.

પરિવારના સભ્યો કહે છે કે, આવકવેરા અધિકારીઓ ગિરિજા તિવારીનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સૌથી વૃદ્ધ વયના અને પ્રમાણીક આવકવેરા બરનાર વ્યક્તિ તરીકે તેમનો નામ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

ગિરીજા તિવારીની પૌત્રી અંજલિએ કહ્યું કે, “મારી દાદીએ આજદિન સુધી આવકવેરો ભરવામાં કયારે પણ વાર નથી કરી. તે સૌ માટે એક ઉદાહરણ છે કે આપણે આપણો આવકવેરો પ્રામાણિકતા અને નિયમિતપણે ચૂકવવો જોઈએ. એવા લોકો છે જે કર નથી ભરતા, આવા લોકોએ મારી દાદી પાસેથી પ્રેરણા લેવી જોઈએ.

ABOUT THE AUTHOR

...view details