મધ્યપ્રદેશ: રાજ્યમાં ચાલી રહેલા રાજકરણ યુદ્ધમાં 22 ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધાં છે. ત્યારબાદ સીએમ કમલનાથે ઈમરજન્સી બેઠક બોલાવી હતી. કોંગ્રેસના ધારાસભ્યોની બેઠકમાં સીએમ કમલનાથને વધુ એક ઝાટકો લાગ્યો હતો. મંગળવારે સાંજે શરૂ થયેલી બેઠકમાં કોંગ્રેસના ફક્ત 88 ધારાસભ્યો જ હાજર રહ્યા હતા. જ્યારે કોંગ્રેસના 4 ધારાસભ્યો આ બેઠકમાં ઉપસ્થિત ન હતા. આ બેઠક લગભગ 2 કલાક સુધી ચાલી હતી.
કોંગ્રેસના વધુ 4 ધારાસભ્યો ગાયબ, કમલનાથની બેઠકમાં હાજર રહ્યાં માત્ર 88 - congress
મધ્યપ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધા બાદ રાજ્યના રાજકરણમાં ભૂકંપની સ્થિતિ સર્જાઈ છે. બીજી તરફ જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ તેના સમર્થક તમામ ધારાસભ્યોએ પણ કોંગ્રેસમાંથી રાજીનામા આપી દીધાં છે.
રાજ્ય સરકારમાં કોંગ્રેસના કુલ 114 ધારાભ્યો છે. જેમાંથી 22એ રાજીનામું આપ્યું હતું. મધ્યપ્રદેશની રાજનીતિમાં હાંશિયામાં ધકેલાઈ જવાને કારણે નારાજ જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ સાથે મુલાકાત બાદ સિંધિયાએ પોતાનું રાજીનામું કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને મોકલી દીધું હતું.
ઉલ્લેખનીય છે કે, જ્યોતિરાદિત્ય સિંધિયા જુથના ધારાસભ્યો પણ કોંગ્રેસથી નારાજ છે. આવા જ 22 ધારાસભ્યોએ પોતાના રાજીનામા આપી દીધા છે. આ ધારાસભ્યોના રાજીનામાની સાથે જ કમલનાથ સરકારનું પડવું લગભગ નક્કી થઈ ગયું છે અને બીજેપી એકવાર ફરી મધ્ય પ્રદેશમાં સરકાર બનાવવાની સ્થિતિમાં આવી ગઈ છે.