ઈટારસી હોશંગાબાદ વચ્ચે વૃક્ષ સાથે સ્વિફ્ટ કારની ટક્કર થવાથી અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘટના સ્થળે 4 હોકી ખેલાડીનું મોત થયું છે, જ્યારે 3 ઘાયલ થયા છે. ખેલાડીઓ હોશંગાબાદમાં આયોજીત ઓપન ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે જઈ રહ્યા હતા. મૃતક તમામ ખેલાડીઓ હોકી એકેડમી ભોપાલ તરફથી રમતા હતા.
માર્ગ અકસ્માતમાં મધ્યપ્રદેશના 4 હોકી ખેલાડીનાં મોત - માર્ગ અકસ્માત મધ્ય પ્રદેશમાં
હોશંગાબાદ: ઈટારસી હોશંગાબાદ વચ્ચે અકસ્માત થાવથી નેશનલ લેવલના 4 હોકી ખેલાડીનું મોત થયું છે. જ્યારે, 3 ખેલાડી ઘાયલ થયા છે.
અકસ્માતમાં મધ્યપ્રદેશના 4 હોકી ખેલાડીનું મોત
મળતી માહિતી મુજબ, એક ખેલાડીના જન્મ દિવસની ઉજવણી કરવા માટે ખેલાડીઓ ઈટારસી ગયા હતા. પરંતુ પાછા આવતા સમયે સવારે અકસ્માત થયો અને તેમાં 4 ખેલાડીનું ઘટના સ્થળે મોત થયું. તમામ 4 ખેલાડી હોકીના નેશનલ ખેલાડી હતા. તેઓ ધ્યાનચંદ ટ્રોફીમાં ભાગ લેવા માટે ઈટારસીથી હોશંગાબાદ જઈ રહ્યા હતા.
મૃતક ખેલાડીઓના નામ શાહનવાજ ખાન, આદર્શ હરદુઆ, આશીષ લાલ અને અનિકેત છે.