મધ્ય પ્રદેશ/ગુના: ભોપાલના ગુના ગામમાં એક ખેડૂત અને તેની પત્નીએ એસડીએમ અને પોલીસ સામે દવા પી આત્મહત્યા કરવાની કોશિષ કરી છે. આ સમગ્ર મામલાને લઈ કોંગ્રેસે શિવરાજ સરકારને ઘેરી રહી છે. પોલીસની ક્રુરતાનો એક વીડિયો મધ્ય પ્રદેશના ગુના જિલ્લામાંથી સામે આવ્યો છે. જ્યાં લાચાર ખેડૂત દંપતી પર પોલીસે લાઠી વરસાવી રહી છે. લોન લઈ ખેતી કરનાર ખેડૂત દંપતી પર પોલીસના લાઠીચાર્જના આ વીડિયોએ ખળભળાટ મચાવી દીધો છે.
કોંગ્રેસે કહ્યું "જંગલ રાજ " આ સમગ્ર મામલો સામે આવ્યા બાદ રાજકારણ ગરમાયું છે. વિપક્ષ આ મુદ્દે શિવરાજ સરકારને ટાર્ગેટ કરી છે. રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન કમલનાથે સરકાર પર સવાલ ઉઠાવ્યો છે અને કહ્યું કે, કેવું જંગલ રાજ છે શિવરાજ જી, જ્યારે ખેડૂતની સાથે થયેલી ક્રુરતાને લઈ પૂર્વ પ્રધાન જીતુ પટવારીએ પણ શિવરાજસિંહની સરકાર પર સવાલ ઉઠાવ્યો હતો.
ગુનાના જગનપુર ચક ગામમાંની પીજી કૉલેજની આ જમીન પર કેટલાક વર્ષો પહેલા પૂર્વ કાઉન્સિલર ગપ્પુ પારડી અને તેના પરિવારનો ઘણા વર્ષોથી કબજો છે. આ જમીન રાજકુમાર અહિરવાર કરવા આપી હતી. મંગળવારે બપોરે અચાનક ગુના નગર પાલિકાની અતિક્રમણ ટૂકડી ખેડૂત પરિવારને હટાવવા એસડીએમની આગેવાની હેઠળ ગઈ હતાં, જ્યાં લાચાર ખેડૂતના પાક ઉપર જેસીબી ચલાવી દેવામાં આવ્યું હતું.
આ કાર્યવાહીની સામે ખેડૂત પરિવારે વાંધો ઉઠાવી વિરોધ કર્યો હતો, જેથી પોલીસે બર્બરતાપૂર્વક ખેડૂત દંપતી પર લાઠીચાર્જ કર્યો હતો. એટલું જ નહીં, સરકારી જમીન પરથી અતિક્રમણ દૂર કરવા આવેલા વહીવટી કર્મચારીઓએ અમાનવીયતાની બધી હદ વટાવી હતી.
આ બાબાતે લાચાર ખેડૂત પરિવારે બધાની સામે ઝેર પીધું હતું. બાદમાં પરિવારને હાસ્પિટલમાં ગાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે મધ્યપ્રદેશના ગૃહ પ્રધાન નરોત્તમ મિશ્રાએ પણ ઉચ્ચ સ્તરીય તપાસની ખાતરી આપી છે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની વાત પણ કરી છે. જો કે તાજા સમાચાર મળી રહ્યાં છે કે, દલિત ખેડૂત દંપતી પર પોલીસ બર્બરતાના કેસમાં સીએમ શિવરાજસિંહ ચૌહાણે વિસ્તારના એસપી, આઈજી અને કલેક્ટરને હટાવી દીધા છે તેમજ સમગ્ર કેસની તપાસના આદેશો આપ્યાં છે.