ભોપાલ: મધ્યપ્રદેશમાં કોંગ્રેસને વધુ એક ઝાટકો લાગ્યો છે. રવિવારે છતરપુર જિલ્લાની મોટા મલહરા સીટના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ લોધી પણ ભાજપમાં જોડાયા છે. આ દરમિયાન મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ અને રાજ્યના પાર્ટી પ્રમુખ વી ડી શર્મા પણ હાજર રહ્યાં હતા. પ્રદ્યુમ્નસિંહે વિધાનસભાના સભ્ય પદેથી પણ રાજીનામું આપ્યું છે.
મધ્યપ્રદેશ: પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક આંચકો, ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ લોધી ભાજપમાં જોડાયા
કોંગ્રેસના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ લોધી કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે. તેઓ ભાજપના પ્રદેશ અધ્યક્ષ વી.ડી. શર્મા સાથે મુખ્યપ્રધાનના નિવાસસ્થાને પહોંચ્યા હતા.
વિધાનસભાની પેટા-ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. છતરપુરના મોટા મલહરાથી કોંગ્રેસના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ લોધીએ ભાજપમાં જોડાયા છે. ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ લોધીને ઉમા ભારતીના સમર્થક માનવામાં આવે છે અને ભાજપમાં જોડાતા પહેલા તેઓ ઉમા ભારતી પાસે પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ પ્રદેશ પ્રમુખ વી.ડી. શર્મા સાથે મુખ્યપ્રધાનના નિવાસસ્થાને પહોંચ્યા હતા.
મધ્યપ્રદેશની પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ લોધીએ કોંગ્રેસ છોડી દીધી છે અને હવે ભાજપ સાથે જોડાયા છે. અગાઉ એવા સમાચાર મળ્યા હતા કે પ્રદ્યુમ્નસિંહ લોધી ભાજપમાં જોડાઇ શકે છે. જોકે હવે પ્રદ્યુમ્નસિંહ લોધી સત્તાવાર રીતે ભાજપમાં જોડાઇ ચુક્યા છે.