ભોપાલ: મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે મધ્યપ્રદેશના યુવાનોને ભેટ આપતા એક મોટી જાહેરાત કરી છે. મુખ્યપ્રધાન શિવરાજ સિંહે જાહેરાત કરી છે કે, મધ્યપ્રદેશમાં ફક્ત મધ્યપ્રદેશના યુવાનોને જ સરકારી નોકરી આપવામાં આવશે. તેમણે કહ્યું કે, આના માટે જરૂરી કાયદો બનાવામાં આવશે, જેની પ્રિક્રિયા શરૂ થઇ ગઇ છે. ટૂંક સમયમાં જ મધ્યપ્રદેશમાં આ કાયદો લાગૂ કરવામાં આવશે.
મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહની મોટી જાહેરાત: રાજ્યના સ્થાનિક લોકોને જ મળશે સરકારી નોકરી - Madhya Pradesh news
મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે એક મોટી જાહેરાત કરતા જણાવ્યું છે કે, મધ્યપ્રદેશ સરકારની નોકરીઓ ફક્ત મધ્યપ્રદેશના સ્થાનિક યુવાનોને આપવામાં આવશે. મુખ્યપ્રધાને કહ્યું કે, આ પ્રક્રિયા માટે કાયદો બનાવવમાં આવશે. જે નજીકના ભવિષ્યમાં લાગૂ કરવામાં આવશે.
શિવરાજ સિંહ ચૌહાણ
લાંબા સમયથી મધ્યપ્રદેશમાં લોકમાગ હતી કે અમુક વિભાગોમાં રાજ્ય બહારના યુવાનો માટે 5 ટકા ક્વોટા નક્કી કરાયો હતો, પરતું હવે સરકારે આ અંગે પગલા લેતા 100 ટકા મધ્યપ્રદેશમના બાળકોને શાસકીય નોકરીઓમાં તક મળશે.