ભોપાલઃ મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ કોરોનાથી સંક્રમિત થયા છે. મુખ્ય પ્રધાને પોતે ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી હતી.
મધ્ય પ્રદેશના CM શિવરાજ સિંહ ચૌહાણ કોરોનાથી સંક્રમિત - મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન
મધ્ય પ્રદેશના મુખ્યપ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
Madhya Pradesh Chief Minister tests positive for COVID-19
તેમણે કહ્યું કે,- મારા પ્રિય દેશવાસીઓ, મને કોવિડ-19ના લક્ષણ જોવા મળ્યા હતા, ટેસ્ટ બાદ મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારી દરેક સાથીઓને અપીલ છે કે, જે પણ મારા સંપર્કમાં આવ્યા છે, તેઓ પોતાનો કોરોના ટેસ્ટ કરાવે અને ક્વોરન્ટાઇનમાં ચાલ્યા જાય.
તેમણે વધુમાં કહ્યું કે, કોવિડ-19ની બધી જ ગાઇડલાન્સનું પાલન કરી રહ્યા છે. ડૉકટરની સલાહના અનુસાર સ્વયંને ક્વોરન્ટાઇન કરીશ. મારી પ્રદેશની જનતાને અપીલ છે કે, સાવધાની રાખો અને કોરોનાથી બચીને રહેવાના પ્રયાસો કરો.