ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મધ્ય પ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથે રાજીનામું કર્યુ સુપરત, ભાજપનો વધુ એક રાજ્યમાં ભગવો લહેરાયો - કમલનાથે રાજીનામું આપ્યું

મધ્ય પ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથે રાજ્યપાલ લાલજી ટંડનને રાજીનામું સોપ્યું છે. ઉલ્લેખનીય છે કે, કમલનાથે આ નિર્ણય ફ્લોર ટેસ્ટ પહલે જ લઇ લીધો હતો.

ETV BHARAT
મધ્ય પ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથે રાજીનામું આપવાનો નિર્ણય લીધો

By

Published : Mar 20, 2020, 1:24 PM IST

Updated : Mar 20, 2020, 1:54 PM IST

ભોપાલઃ મધ્ય પ્રદેશના રાજીકીય નાટક વચ્ચે મુખ્યપ્રધાન કમલનાથે અંતે રાજ્યપાલ લાલજી ટંડનને પોતાનું રાજીનામું સુપરત કર્યુ છે. ઉલ્લેખનીય છે કે કમલનાથે રાજીનામાની આ જાહેરાત ફ્લોર ટેસ્ટ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં કરી હતી. કમલનાથે કહ્યું હતું કે, તે રાજ્યપાલને રાજીનામું સુપરત કરશે.

શું કહ્યું કમલનાથે

  • કમલનાથે ભાજપને આડે હાથ લેતા કહ્યું કે, ભાજપે લોકતાંત્રિક મૂલ્યોની હત્યા કરી છે
  • ભાજપે અમારી સરકાર સામે ષડયંત્ર બનાવ્યું હતું
  • કોંગ્રેસ સરકારે પ્રદેશને ભયમુક્ત અને સુરક્ષિત બનાવવાનો પ્રયાસ કર્યો છે.
  • કોંગ્રેસે 15 મહિનામાં પ્રદેશને ભેળસેળ મુક્ત કર્યો
  • કોંગ્રેસે 15 મહિનામાં 500 વાયદા પૂર્ણ કર્યા છે.

ઉલ્લેખનીય છે કે, કમલનાથને ઝટકો આપતા સુપ્રિમ કોર્ટે આજ સાંજ સુધીમાં બહુમતી સાબિત કરવા જણાવ્યું છે. આ કેસમાં ગુરૂવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં વિધાનસભાના અધ્યક્ષ એન.પી.પ્રજાપિતને વિધાનસભાના વિશેષ સત્ર બોલાવવા અને આ સત્રમાં ફ્લોર ટેસ્ટ કરાવવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે આજે એટલે કે 20 માર્ચે સાંજે 5 કલાક સુધીમાં ફ્લોર ટેસ્ટની પ્રક્રિયા પૂર્ણ કરવાનું કહ્યું હતું.

Last Updated : Mar 20, 2020, 1:54 PM IST

ABOUT THE AUTHOR

...view details