- કોંગ્રેસના સ્ટાર પ્રચારક સચિન પાયલટ ગ્વાલિયરના પ્રવાસે
- પાયલટ ભાજપના સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાને મળ્યા
- પાયલટ પહેલીવાર સિંધિયાની સામે ચૂંટણી સભા સંબોધશે
- પાયલટ અને સિંધિયાની મુલાકાતથી રાજકીય ગરમાવો આવ્યો
ગ્વાલિયર (મધ્યપ્રદેશ): રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન સચિન પાયલટ બે દિવસ ગ્લાલિયર ચંબલના પ્રવાસે પહોંચ્યા છે. સિંધિયાના ગઢમાં પાયલટ 9 ચૂંટણી સભા ગજાવશે. અહીં પહેલી વાર પાયલટ સિંધિયાની સામે ચૂંટણી સભા કરી રહ્યા છે.
સિંધિયાએ સચિનને કહ્યું- ઓલ ધ બેસ્ટ
સિંધિયા અને સચિન પાયલટ બંને વચ્ચે ગ્વાલિયર એરપોર્ટ પર મુલાકાત થઈ હતી. કહેવાઈ રહ્યું છે કે, આ મુલાકાત દરમિયાન સિંધિયાએ પોતાના મિત્ર સચિન પાયલટને 'ઓલ ધ બેસ્ટ' કહ્યું હતું. સિંધિયા ભોપાલ માટે અને પાયલટ ગ્વાલિયર પહોંચ્યા હતા. સિંધિયા અને પાયલટની દોસ્તી પહેલા પણ કોઈનાથી છુપાયેલી નથી.
સભાઓમાં બંને નથી લઈ રહ્યા એકબીજાનું નામ
સિંધિયા ભાજપમાં જોડાયા ત્યારથી બંને નેતાઓની વિચારસરણી અલગ-અલગ થઈ ગઈ છે. સચિન પાયલટની ભાષણ શૈલી યુવાઓ વચ્ચે ખૂબ જ પ્રખ્યાત છે. આના કારણે જ કોંગ્રેસે સિંધિયાના ગઢમાં પાયલટને મેદાને ઉતાર્યા છે. જેનાથી કોંગ્રેસને ફાયદો મળી શકે. આ ઉપરાંત સચિન પાયલટ 31 ઓક્ટોબરે પણ પ્રદેશમાં ચૂંટણી સભાઓ ગજવશે. જોકે ચૂંટણી સભામાં ભલે ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કરી રહ્યા હોય, પરંતુ સિંધિયા અને પાયલટ પોતાની સભામાં એકબીજાનું નામ નથી લેતા.
પાયલટની વિવિધ સભાઓ
સચિન પાયલટ મધ્યપ્રદેશમાં 28 વિધાનસભા સીટ પર થનારી પેટા ચૂંટણીના પ્રચાર માટે ચૂંટણી સભા કરશે. તેઓ 27, 28 ઓક્ટોબરે શિવપુરી, મુરૈના, ભિંડ અને ગ્વાલિયર જિલ્લાની વિવિધ વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોના પક્ષમાં ચૂંટણી પ્રચાર કરશે.
ચંબલમાં કોંગ્રેસ પાયલટના ભરોસે?
સચિન પાયલટ યુવા નેતા છે અને યુવાઓમાં સચિન પાયલટની લોકપ્રિયતા ખૂબ વધારે છે. એ જ કારણે, હવે ગ્વાલિયર-ચંબલ અંચલમાં કોંગ્રેસના પ્રચારની તમામ જવાબદાર સચિન પાયલટના ખભે રહેશે. એક વાત તો સ્પષ્ટ છે કે, આ સમયે ગ્વાલિયર-ચંબલ ઝોનમાં ભાજપ અને કોંગ્રેસ સતત પોતાની મજબૂત હાજરી નોંધાવવા માટે દમ લગાવી રહી છે. બંને પાર્ટીઓ આ ઝોનમાં કોઈ કમી ન રહી જાય તે માટે અડી ચોટીનું જોર લગાવી રહ્યું છે. આ જ કારણ છે કે, હવે ચંબલ ઝોનમાં કોંગ્રેસ એવા ચહેરાની તપાસમાં છે કે જે પેટા ચૂંટણીમાં જ્યોતિરાદિત્ય સિંધિયાની કમી પૂરી કરી શકે.
9 સીટ ગુર્જર બહુમતીની છે
અહીં 28માંથી 9 સીટ એવી છે જે ગુર્જર બહુમતીવાળી છે. તો પાયલટની યુવા વોટરો પર ખૂબ અસર છે. એક માત્ર સચિન પાયલટ જ એવા યુવા નેતા છે, જે જ્યોતિરાદિત્ય સિંધિયાને યુવાઓ વચ્ચે મળતા આકર્ષણને મુકાબલો આપી શકે છે. એવામાં મધ્યપ્રદેશન ચૂંટણીમાં પાયલટ જ જ્યોતિરાદિત્ય સિંધિયાને મુકાબલો આપી શકે છે. જ્યારે મધ્યપ્રદેશમાં સૌથી વધારે ગ્વાલિયર-ચંબલની 16 વિધાનસભા સીટ પર પેટાચૂંટણી થશે, જ્યાં ગુર્જર મતદાતા પોતાનો પ્રભાવ રાખી શકે છે. તેવામાં ગુર્જર મતદાતાઓને આકર્ષવામાં પણ સચિન પાયલટ કામમાં આવી શકે છે.