લખનઉ: ફિલ્મ નિર્માતા મધુર ભંડારકરે આજે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી હતી. લખનઉમાં સીએમ નિવાસસ્થાને થયેલી આ મુલાકાતમાં મધુર ભંડારકરે ફિલ્મ સિટી પ્રોજેક્ટ અંગે ચર્ચા કરી હતી.
ઉત્તર પ્રદેશ: મધુર ભંડારકરે કરી સીએમ યોગી સાથે મુલાકાત, ફિલ્મ સિટી અંગે થઈ ચર્ચા - બોલીવૂડ અભિનેત્રી કંગના રનૌત
ફિલ્મ નિર્માતા મધુર ભંડારકરે આજે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી હતી. લખનઉમાં સીએમ નિવાસસ્થાને થયેલી આ મુલાકાતમાં મધુર ભંડારકરે ફિલ્મ સિટી પ્રોજેક્ટ અંગે ચર્ચા કરી હતી.
સાથે જ, ઉત્તર પ્રદેશના કલાકારોને રાજ્યમાં જ વધુ સારો રોજગાર મળવો જોઈએ તેવી પ્રતિબદ્ધતા મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે વ્યક્ત કરી હતી. આ દરમિયાન, સીએમ યોગીએ મધુર ભંડારકરને રામ મંદિરનો પ્રસાદ, ભગવાન શ્રી રામનો સિક્કો, રામચરિત માનસ, તુલસી માલા અને કુંભની કોફી ટેબલ બુક ભેંટમાં આપી હતી.
આપને જણાવી દઈએ કે, મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે એક દિવસ પહેલા જ ઉત્તર પ્રદેશમાં ફિલ્મ સિટી બનાવવાની જાહેરાત કરી હતી. ફિલ્મ સિટી બનાવવા માટે નોઈડાની પસંદગી કરવામાં આવી છે. આ માટે નોઇડામાં જમીનની તપાસ પણ શરૂ કરવામાં આવી છે.