ગુજરાત

gujarat

ETV Bharat / bharat

UPના મુખ્ય પ્રધાન યોગીની સુરક્ષામાં રહેલા 2 સિક્યોરીટી ગાર્ડનો કોરોના રિપોર્ટ પોઝિટિવ - Chief Minister of UP

કોરોના વાઇરસનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે અને હવે ધીમે ધીમે યુપીના મુખ્યપ્રધાન આવાસ સુધી પહોંચવા લાગ્યું છે. UPના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની સુરક્ષામાં રહેલા 2 સિકયુરિટી ગાર્ડ અને કોરોના પોઝિટિવ આવ્યો હતો.

UPના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની સુરક્ષામાં રહેલા 2 સિક્યોરીટી ગાર્ડનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો
UPના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની સુરક્ષામાં રહેલા 2 સિક્યોરીટી ગાર્ડનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

By

Published : Jul 16, 2020, 8:13 PM IST

લખનઉ: કોરોના વાઇરસનું વધતું સંક્રમણ હવે મુખ્યપ્રધાન આવાસ સુધી પહોંચી ગયું છે. યુપીના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની સુરક્ષામાં રહેલા 2 સિક્યોરિટી ગાર્ડને કોરોના વાઇરસનો ચેપ લગતા મુખ્યપ્રધાનના નિવાસસ્થાનને સેનેટાઈસ કરવામાં આવ્યું હતું.

ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની સુરક્ષામાં રહેલા 2 સિક્યુરિટી ગાર્ડને કોરોનાના લક્ષણો જણાતા તેમનો ટેસ્ટ કરવામાં આવતા તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સંક્રમિત બન્ને સિક્યુરિટી PACના હતા. જેની ડ્યુટી મુખ્યપ્રધાન નિવાસ્થાનના આઉટ સર્કલમાં હતી. આરોગ્ય વિભાગ દ્વારા મુખ્યપ્રધાન નિવાસ્થાનને સેનેટાઇઝ કરવામાં આવ્યું હતું.

આ પહેલા પણ ઉત્તર પ્રદેશ સરકારના 5 પ્રધાન અને તેમના પરિવારના કેટલાક વ્યક્તિઓને કોરોના પોઝિટિવ આવી ચૂક્યો છે. જેમાં ઉપપ્રમુખ કેશવ પ્રસાદ મૌર્યનો પરિવાર પણ સામેલ છે. રાજધાની લખનઉમાં કોરોના વાઇરસના કેસો વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં લખનઉમાં 308 કેસ પોઝિટિવ આવ્યા છે અને 45 લોકોના કોરોણથી મૃત્યુ થયા છે.

ABOUT THE AUTHOR

...view details