નવી દિલ્હી: રાજધાનીમાં કોરોનાનું સંક્રમણ દિવસે દિવસે વધતું જાય છે. દિલ્હીમાં 39 હજાર કેસ સાથે દેશમાં ત્રીજા નંબર પર પહોંચી ગયું છે. દિલ્હીમાં દરરોજ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે અને હોસ્પિટલોમાં પણ દર્દીઓની સંખ્યા વધુ હોવાને કારણે દર્દીઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી ઉપરાજ્યપાલ અનિલ બૈજલે છત્તરપુર વિસ્તારમાં આવેલા રાધા સ્વામી સત્સંગ વ્યાસ કેમ્પસની મુલાકાત લીધી હતી. જ્યાં દર્દીઓ માટે 10 હજાર બેડ વાળી હંગામી ધોરણે હોસ્પિટલ બનાવવામાં આવી રહી છે.
ઉપરાજ્યપાલ અનિલ બૈજલે છત્તરપુરમાં 10 હજાર બેડની અસ્થાયી હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું - temporary hospital in Chhatarpur
ઉપરાજ્યપાલ અનિલ બૈજલે છત્તરપુર વિસ્તારમાં આવેલા રાધા સ્વામી સત્સંગ વ્યાસની મુલાકાત લીધી હતી અને ત્યાં કોરોના દર્દીઓ માટે 10 હજાર બેડની અસ્થાયી હોસ્પિટલના નિર્માણની સમીક્ષા કરી હતી.
ઉપરાજ્યપાલ અનિલ બૈજલએ છત્તરપુરમાં 10 હજાર બેડની અસ્થાયી હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું
ઉપરાંત, ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા યોજાયેલી બેઠકમાં ઉપરાજ્યપાલ અનિલ બૈજલ પણ હાજર રહ્યા હતા. આ બેઠક અંતર્ગત રાજધાનીમાં વધી રહેલા કોરોના દર્દીઓ વિશે ચર્ચા થઈ હતી. ત્યાર બાદ ઉપરાજ્યપાલ છત્તરપુર વિસ્તારમાં આવેલા રાધા સ્વામી સત્સંગ વ્યાસમાં 10 હજારની બેડની અસ્થાયી હોસ્પિટલનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા અને કામગીરીની સમીક્ષા કરી હતી.