નવી દિલ્હી: લેફ્ટનન્ટ જનરલ ડી.પી. પાંડે પ્રાદેશિક સેનાના પ્રથમ ડાયરેક્ટર જનરલ બન્યા છે. ચાર્જ સંભાળ્યા બાદ તેમણે દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર ફૂલ માળા ચઢાવી હતી. પ્રાદેશિક સેના એટલે કે, ટેરિયોલિયલ આર્મી ભારતીય સેનાની એક યુનિટ હોય છે. પ્રાદેશિક સેનામાં 18થી લઇને 42 વર્ષ સુધી ભારતીય નાગરિકોને ભરતી કરવામાં આવી છે. આ સેનામાં સરકારી કર્મચારી અને સામાન્ય શ્રમિકને પણ દાખલ થઇ શકે છે.
પ્રાદેશિક સેનાઃ પ્રથમ ડાયરેક્ટર જનરલ બન્યા લેફ્ટનન્ટ જનરલ DP પાંડે, જાણો શું છે પ્રાદેશિક સેના? - lt general dp pandey
લેફ્ટનન્ટ જનરલ ડી.પી પાંડેએ આજે પ્રાદેશિક સેનાના ડાયરેક્ટર જનરલ બન્યા છે. પદ સંભાળ્યા બાદ પાંડેએ દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્માકર પર ફૂલ માળા ચઢાવી હતી.
પ્રાદેશિક સેના નિયમિત ભારતીય સેના બાદ બીજી સંરક્ષણ સેના છે. પ્રાદેશિક સેનાનો યુદ્ધના સમયે તેનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રાદેશિક સેનામાં સામેલ થનાર નાગરિકને પ્રશિક્ષણ આપવામાં આવે છે. જે સક્ષમ બની શકે.
ઉલ્લેખનીય છે કે, ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પણ ટેરિટોરિયલ આર્મીના પેરાશૂટ રેજિમેન્ટમાં 2 મહિના ટ્રેનિંગ લઇ ચૂક્યાં છે. જે દરમિયાન ધોની લેફ્ટનન્ટ કર્નલના પદ પર રહ્યાં હતાં. નોંધનીય છે કે, રાજસ્થાનના નાયબ મુખ્યપ્રધાન સચિવ પાયલટ પણ 2020માં ટેરિટોરિયલ આર્મીમાં લેફ્ટનન્ટ બન્યાં હતાં.