જનરલ બિપિન રાવતને ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્રણ વર્ષના કાર્યકાળ બાદ મંગળવારના રોજ તેઓ સેવાનિવૃત થઈ રહ્યાં છે. લેફ્ટનન્ટ જનરલ નરવાને નાયબ સેનાપ્રમુખની જવાબદારી સંભાળી રહ્યા છે.
લેફ્ટનન્ટ જનરલ મુકુંદ નરવાને આજે સેનાના પ્રમુખ પદનો કાર્યભાર સંભાળયો - મુકુન્દ નરાવ
નવી દિલ્હી: લેફ્ટનન્ટ જનરલ મનોજ મુકુંદ નરવાને મંગળવારે જનરલ બિપિન રાવત પાસેથી સેનાના પ્રમુખપદની કમાન સંભાળયો. હાલ લેફ્ટનન્ટ જનરલ નરવાને નાયબ સેનાપ્રમુખની જવાબદારી સંભાળી રહ્યા છે.
Lt Gen Mukund Naravane
સપ્ટેમ્બરમાં નાયબ સેના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળતા પહેલા નરાવને સેનાના પૂર્વી કમાનનું નેતૃત્વ કરી રહ્યા હતા, જે ચીન સાથે જોડાયેલી લગભગ 4000 કિમી લાંબી ભારતીય સીમા પર નજર રાખે છે. પોતાના 37 વર્ષના કાર્યકાળ દરમિયાન લેફ્ટનન્ટ જનરલ નરાવને અલગ અલગ ક્ષેત્રમાં શાંતિ, ક્ષેત્ર અને ઉગ્રવાદના વાતાવરણ વચ્ચે જમ્મુ કાશ્મીર તેમન પૂર્વોતરમાં પોતાની સેવાઓ આપી ચૂક્યા છે.
Last Updated : Dec 31, 2019, 6:44 PM IST