72 વર્ષીય જેડીયુના નેતા બૈદ્યનાથ પ્રસાદ મહતો દિલ્હીની AIIMSમાં છેલ્લા ઘણા સમયથી વેન્ટીલેટર પર હતા. તેમનું સારવાર દરમિયાન 28 ફેબ્રુઆરીના રોજ મોત નિપજ્યું હતું. 2009માં બૈદ્યનાથ પ્રસાદ મહતોએ અભૂતપૂર્વ જીત મેળવી હતી. તેમણે INDના ઉમેદવારને 1,83,675 મતથી હારાવ્યા હતા. જે કુલ મતદાનના 30.64 ટકા હતા.
લોકસભામાં JDU સાંસદ વૈદ્યનાથ પ્રસાદના માનમાં મૌન પળાયું - સ્થગિત
નવી દિલ્હી: બજેટ સત્રના બીજા તબક્કાના પહેલા દિવસે, લોકસભા 28 ફેબ્રુઆરીએ નિધન પામેલા બિહારના વાલ્મીકી નગરના JDUના સાંસદ વૈદ્યનાથ પ્રસાદ મહતોના માનમાં મૌન પાળ્યા બાદ બપોરે 2 વાગ્યા સુધી લોકસભા સ્થગિત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, સંસદે બજેટ સત્રનો બીજો તબક્કો શરૂ સોમવારે થયું છે. સત્રના પહેલો તબક્કો દેશભરમાં CAAના વિરોધ વચ્ચે યોજાયું હતું. બીજો તબક્કો શરૂ થાય તે પહેલા સત્રને સ્થગિત કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. બજેટ સત્રનો પહેલો તબક્કો 31 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોંવિન્દે બંને ગૃહની સંયુક્ત બેઠકનું સંબોધન કર્યું હતું. જે બાદ પ્રથમ તબક્કો શરૂ થયો હતો.
આ બજેટ સત્રના બીજા ચરણમાં સરકારની કાયદાકીય કાર્યસૂચિમાં સરોગેસી અને વિવાદીત ટેક્સના સમાધાન બિલ સહિત કુલ 45 બિલોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સરકાર 7 વિદેશી પ્રસ્તાવ પણ રજૂ કરશે. આ બજેટ સત્ર 3 એપ્રિલ સુધી ચાલશે.