- યોગી કેબિનેટમાં લવ જેહાદ ઓર્ડિનન્સ પાસ
- કેબિનેટ બેઠકમાં સહમતીથી ઓર્ડિનન્સ પાસ
- નામ છુપાવીને લગ્ન કરનારને 10 વર્ષની સજા થશે
લખનઉઃ આખરે યોગી કેબિનેટમાં લવ જેહાદ ઓર્ડિનન્સ પાસ થઈ ગયું છે. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે આજે 4.30 વાગ્યે કેબિનેટ બેઠક બોલાવી હતી. એક ધર્મથી બીજા ધર્મમાં લગ્ન કરવા મામલે બનાવેલા આ કાયદા અનુસાર, લગ્નના બે મહિના પહેલા નોટિસ આપવી પડશે. આ સાથે જ લગ્ન માટે ડીએમની પરવાનગી લેવી પણ જરૂરી બનશે. આ ઓર્ડિનન્સમાં સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે. જોકે નામ છુપાવીને લગ્ન કરનારને 10 વર્ષની સજા કરવામાં આવશે.