સબરીમાલા: કેરળના સબરીમાલા મંદિરના દરવાજા મલયાલમ મહિનો ચિંગમમાં પાંચ દિવસની દર મહિને થતી પૂજા માટે ખોલવામાં આવ્યાં હતાં. જો કે, કોવિડ-19 આરોગ્ય પ્રોટોકોલ હેઠળ મંદિરમાં ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે.
કેરળમાં સબરીમાલા મંદિર દર મહિનાની પૂજા માટે 21મી સુધી ખોલાયું - મલયાલમ મહિનો ચિંગમ
કોરોનાના કહેર વચ્ચે સબરીમાલા મંદિર પ્રશાસને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મલયાલમ મહિનો ચિંગમમાં સબરીમાલા મંદિરના દરવાજા પાંચ દિવસની દર મહિને થતી પૂજા માટે ખોલવામાં આવ્યાં છે, પરંતુ કોરોના હેલ્થ પ્રોટોકોલ હેઠળ ભક્તોને મંદિરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
![કેરળમાં સબરીમાલા મંદિર દર મહિનાની પૂજા માટે 21મી સુધી ખોલાયું lord-ayyappa-temple-opens-for-monthly-pooja](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8446705-thumbnail-3x2-sa.jpg)
સબરીમાલા મંદિર
આ અંગે મંદિરના સંચાલનની દેખરેખ રાખતા ત્રાવણકોર દેવસ્વઓમ બોર્ડે જણાવ્યું હતું કે, 21 ઓગસ્ટ સુધી મંદિર ખુલ્લું રહેશે અને ફક્ત પરંપરાગત પૂજા-અર્ચના કરવામાં આવશે.
ભક્તોને કોવિડ-19 રોગચાળામાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. બોર્ડે એક જાહેરાતમાં કહ્યું કે, 29 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર વચ્ચે ઓણમ પૂજા માટે પણ મંદિર ખોલવામાં આવશે.