નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શ્રીલંકાના વડાપ્રધાન મહિન્દ્રા રાજપક્ષ 26 સપ્ટેમબરના રોજ ઑનલાઈન શિખર સમિટ કરશે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, શિખર સમિટ બંન્ને નેતાઓ દ્રિપક્ષીય સંબંધોના વ્યાપક માળખાની વિસ્તૃત સમીક્ષા કરવાની તક આપશે.
વડાપ્રધાન મોદી શનિવારે શ્રીલંકાના વડાપ્રધાન સાથે ઑનલાઈન વાતચીત કરશે - આતંકવાદ વિરુદ્ધ સહયોગ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 સપ્ટેમ્બરના રોજ શ્રીલંકાના વડાપ્રધાન મહિન્દ્રા રાજપક્ષે સાથે વાતચીત કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ મીટિંગ વીડિયો કોન્ફરસિંગ દ્રારા યોજાશે.
બંન્ને નેતા આતંકવાદ વિરુદ્ધ સહયોગ તેમજ રક્ષા સહિતના વ્યાપાર સંબંધોને પ્રોત્સાહન આપવા ઉપરાંત શ્રીલંકામાં ભારતના વિકાસ પ્રોજેક્ટના અમલીકરણ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરશે. શ્રીલંકામાં લાંબા સમયથી ચાલી રહેલો તમિલ મુદ્દો પણ વાતચીતમાં ઉઠે તેવી અપેક્ષા છે. ભારત સતત દ્રીતીય રાષ્ટ્રમાં તમિલ સમુદાયની આકાંક્ષાો પુરી કરવાની વકાલાત કરતું રહ્યું છે.
વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, ઑનલાઈન સમિટમાં બંન્ને નેતાઓને શ્રીલંકામાં સંસદીય ચૂંટણી બાદ બંન્ને દેશોના સમયની કસૌટી પર ખરા ઉતરેલા સંબંધોના સંદર્ભમાં દ્રિપક્ષીયના વ્યાપક માળખાની વિસ્તૃત સમીક્ષા કરવાની તક આપશે.રાજપક્ષની પાર્ટી શ્રીલંકા પીપુલ્સ ફ્રંટ ગત્ત મહિને સંસદીય ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ તેમણે શ્રીલંકાના વડાપ્રધાન પદનો કાર્યભાર સંભાળ્યો છે.