નીરવને નજરકેદ રાખવા તેના વકીલે કોર્ટમાં અપીલ કરી હતી, આ અપીલ મુજબ તેના વકીલે કહ્યું હતું કે, નીરવને ઘરમાં નજરકેદ કે ઇલેક્ટ્રોનિક મોનિટરિંગમાં રાખી શકાય. તે દરરોજ સ્થાનિક મથકે હાજરી પણ પુરાવશે. નીરવની આ જામીન અરજી મેજિસ્ટ્રેટે નકારી હતી.
લંડન વેસ્ટમિન્સ્ટર કોર્ટે નિરવ મોદીની જામીન અરજી નકારી - Gujarat
ન્યૂઝ ડેસ્ક: 13,700 કરોડ રૂપિયાના PNB કૌભાંડના આરોપી નીરવ મોદીને શુક્રવારે ફરીથી લંડનની વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેની જામીન વેસ્ટમિન્સ્ટર કોર્ટે નકારી કાઢી છે. નીરવ મોદી 26 એપ્રિલ સુધી જેલમાં જ રહેશે. આ કેસની વધુ સુનાવણી 26 એપ્રિલે હાથ ઘરાશે.
pnb