ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વધુ એક ગઠબંધન, કર્ણાટકમાં JDS 8 અને કોંગ્રેસ 20 બેઠક સાથે ચૂંટણી મેદાનમાં - Janata Dal Secular

બેગલૂરુ: લોકસભા ચૂંટણી 2019 માટે કોંગ્રેસ અને જનતા દળ (સેક્યુલર) એટલે કે JDCની વચ્ચે બેઠકોની વહેંચણી થઈ ગઈ છે. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ 20 અને JDS 8 બેઠકો પર ચૂંટણી લડશે.

સ્પોટ ફોટો

By

Published : Mar 13, 2019, 11:56 PM IST

JDS પહેલા કર્ણાટકની 28 બેઠકોમાંથી 12 બેઠકો પર ચૂંટણી લડાવી ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ હવે તે 8 બેઠકો પર ચૂંટણી લડવા માટે રાજી થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પૂર્વ વડાપ્રધાન અને જનતા દલ સેક્યુલરના અધ્યક્ષ એચ.ડી. દેવગૌડા સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત પૂર્વ PMના 5 સફદરજંગ લેન સ્થિત નિવાસ સ્થાને થઈ હતી.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવાર રાત્રે દિલ્હી પહોંચ્યા હતા, પરંતુ ગૌડા ઈચ્છતા હતા કે આ મુલાકાત બીજે થાય પરંતુ રાહુલ તેમના નિવાસ સ્થાને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે, કર્ણાટકમાં 28 લોકસભાની બેઠકો છે. અત્યારે કોંગ્રેસના 10 અને JDSના બે સાંસદ છે. BJPના 16 સાંસદ છે. કોંગ્રેસ પહેલા હાસન અને માંડ્યા લોકસભા બેઠકો છોડવા માટે રાજી થઈ છે, જે અત્યારે JDS પાસે છે.

ABOUT THE AUTHOR

...view details