આ વખતની ચૂંટણીમાં સૌથી વધુ મતદારોએ ભાગ લેશે.
ભાજપ પક્ષના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ એક વાર કહ્યું હતું કે, ચૂંટણી એ લોકોમાં રાજનૈતિક જાગૃતિ વધારવા માટેનો સૌથી સારો અવસર છે. પણ રાજકીય પાર્ટીઓ આ વિચારણા પર ખરા અર્થમાં સચોટ નથી નિવડી.
રાજકીય પાર્ટીઓ આગામી પાંચ વર્ષોમાં લોકોના જીવનમાં કઇ રીતના ફેરફાર કરશે, એ સમજવામાં લગભગ અસફળ નિવડી છે, તો બીજી તરફ જનતા દલ યુનાઇટેડ જેવી પાર્ટીઓ આ ચૂંટણીમાં પોતાનો મેનિફેસ્ટો ( ચૂંટણી ઢંઢેરો) પણ જાહેર ન હતો કર્યો. જો કે બીજી પાર્ટીઓએ પોતાનો મેનિફેસ્ટો રજુ કર્યો હતો, પણ તેમનો મુખ્ય ઉદ્દેશ તો અન્ય પાર્ટીઓની ટીકા કરવાનો જ હતો. ત્યારે આ વખતની ચૂંટણી પ્રચારમાં દેશના વિકાસની રચનાત્મક એજેન્ડાઓ તો દુર દુર સુધી જોવા નથી જ મળ્યા. જોવા મળ્યું એ માત્રને માત્ર એકબીજા પર આરોપ-પ્રત્યારોપ જ.
આ વખતની ચૂંટણીના પ્રચારમાં માત્ર કર્કશતા જ જોવા મળી છે. જેમાં નેતાઓ જાણે કોઇ કારખાનાની ચીમનીમાંથી પ્રદુષિત ધુમાડો કાઢતા હોય તેવું લાગી રહ્યું હતું. હદ તો ત્યારે થઇ ગઇ જ્યારે કેટલાક નેતાઓએ ગાંધીને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ બનાવી દીધા. આ ચૂંટણીમાં પહેલા વાર ભાજપ કોંગ્રેસની સામે તેનાથી વધુ સીટો પર ચૂંટણી લડી રહી છે. તો વખતે ભાજપ પક્ષ દ્વારા 300થી વધુ સીટ મેળવવાનો નારાઓ લગાવી રહ્યાં છે. તો કોંગ્રેસ પાર્ટી આ વખતની ચૂંટણીમાં પોતે હારેલી જમીન પરત મેળવવા માટેની લડાઇ લડી રહી હોય તેવું જણાઇ રહ્યું છે.
તો પ્રાદેશિક પાર્ટીઓની સામે પોતાની ઓળખ બચાવવા અંગેનું પણ ખતરો દેખાઇ રહ્યો છે. તો આ ચૂંટણીમાં દરેક પાર્ટી પ્રચાર દરમિયાન નિરાશ જોવા મળી હતી. તો આ વખતે કોઇ પણ પાર્ટી આદર્શ આચાર સંહિતાના મુદ્દે ગંભીર નહોતી દેખાઇ. તો કેટલાક બુદ્ધીજીવીઓનું માનવું છે કે, દેશની ચૂંટણી પંચની શાખ સૌથી નિચલી કક્ષાઓ પહોંચી ગયું હતું. ચૂંટણી પંચની કાર્યવાહી છતાં લોકોનું તેમના પ્રત્યેનો વિશ્વાસ ઓછો થયો હોય તેવું જણાઇ રહ્યું હતું. જો કે, પહેલી વાર મતદાન કરનારાઓની સંખ્યા રશિયાની આબાદી કરતા વધારે નોંધાઇ છે.
જે ભારતને પુરી દુનિયામાં સૌથી અગલ બનાવે છે. દેશમાં લગભગ 90 કરોડ મતદારો છે. જો કે, ભારતની સામે ઘણી પરીક્ષાઓ પણ છે. 2014માં UPA સરકારને કરારી હાર મળી હતી. તે સમયે કોંગ્રેસ સરકાર પર ભ્રષ્ટાચારના આક્ષેપો પણ લાગ્યા હતા. ત્યારે ભારતની જનતાએ મોદીના વિકાસના લક્ષ્યને ધ્યાનમાં રાખીને મત આપ્યા હતા. તો આ વખતે મોદી સરકારને પોતાના કામકાજના આધાર પર ચૂંટણી લડવાની હતી. જે પરથી તેમને દેશની જનતાને દેખાડવાનું હતું કે, અત્યાર સુધીમાં તેમની સરકારે શું કર્યું છે, અને આવનારા 5 વર્ષમાં નાગરિકો માટે શું કરશે. પણ એવું નથી થઇ શક્યું. પાર્ટીએ પ્રચાર માટેનો એવો રસ્તો શોધ્યો કે જેના કારણે કારણ વિનાનો વિવાદ થયો. જેથી ચૂંટણી જંગની વચ્ચે કારણ વગરના તર્ક વિતર્ક થવા લાગ્યા હતા.
ચૂંટણી જંગમાં કોઇપણ જોગે પોતાના પક્ષને જ જીત હાંસલ કરાવવા માટે થઇને રાજનેતાઓએ અનેક પેંતરા કર્યાં હતા. જેમાં માયાવતીએ વડાપ્રધાનની પત્નીનો મુદ્દો લઇને વિવાદ કર્યો. તો મોદીએ રાજીવ ગાંધીના વેકેશનને લક્ષ્યમાં લઇને મુદ્દો બનાવ્યો. જો કે, એ વાત 30 વર્ષ જુની છે. ત્યારે આ તમામ રીતો પરથી અંદાજો લગાવી શકાય એમ છે કે, પ્રચાર કેટલી હદે નીચે આવી ચૂક્યા છે. તો આ રેસમાં રાહુલ ગાંધીએ ચોકીદાર ચોર હૈ ના નારાને સુપ્રીમ કોર્ટના નિર્ણયને તેની સાથે જોડી દીધો હતો. જો કે, તે બાદ તે અંગે રાહુલે તેની માફી માંગી હતી.
જો કે, ચૂંટણી પંચને લઇને વિપક્ષ પાર્ટીઓએ ઘણાં સવાલ ઉઠાવ્યા, ત્યારે ફરિયાદો પર કોઇ કાર્યવાહી ન થતા વિપક્ષી પાર્ટીઓએ ન્યાયાલયના દરવાજા ખટખટાવ્યા. આ અંગે વિપક્ષના આક્ષેપ હતા કે, PM મોદી અને અમિત શાહ તરફ ચૂંટણી પંચ કોઇ પગલા નથી લઇ રહ્યાં. શું પાછલા 68 વર્ષોમાં ચૂંટણી પંચે આ પ્રકારની પરિસ્થિતિનો સામનો નહી કર્યો હોય. ચૂંટણી પંચે ઘણાં નિર્ણયો લીધા, જે પરથી એવા મેસેજ પહોંચ્યા કે ચૂંટણી પંચ સત્તાધારી પક્ષ સાથે મળેલો છે. જો કે, ચૂંટણી પંચ પાસેથી એવી અપેક્ષાઓ રાખવામાં આવતી હોય છે કે, નિષ્પક્ષ રહીને નિર્ણયો લે, ત્યારે PM મોદીને ક્લિન ચીટ આપવા મામલે પણ ખુબ વિરોધ થયા હતા.
આંધ્રપ્રદેશમાં ચૂંટણી પંચ પૂરતા પ્રમાણમાં સુરક્ષા દળોની વ્યવસ્થા કરવામાં અસમર્થ રહ્યું હતું. પરિણામે આધ્રપ્રદેશની ચૂંટણી દરમિયાન ઘણી હિંસાના ઘટનાઓ પ્રકાશમાં આવી હતી. તો બીજી તરફ પશ્ચિમ બંગાળમાં પુરતા પ્રમાણમાં સુરક્ષા બંદોબસ્ત હોવા છતા, ત્યાં ઘણા દંગાઓ થયા હતા. ત્યારે એવા પણ આક્ષેપો લાગ્યા હતા તે આ નિર્ણયથી PM મોદીની રેલીને ફાયદો થયો હતો. 66 પુર્વ અધિકારીઓએ ચૂંટણી પંચની નિષ્પક્ષતાને લઇને રાષ્ટ્રપતિને પત્ર પણ લખ્યો હતો. અધિકારીઓની બદલીને લઇને પણ ચૂંટણી પંચે એકતરફી નિર્ણય આપ્યો હતો. જો કે આ 2019ની ચૂંટણીનું પરિણામ 23 માર્ચના રોજ આવશે, જો કે આ રિજલ્ટ બાદ કોઇ પણ સરકાર આવે પણ તેમની સામે એક મુશ્કેલી રહેશે. કે ચૂંટણી પંચમાં સુધારો લાવવાનું.