છઠ્ઠા તબક્કાના મતદાનમાં 484 સીટ પર મતદાન પૂર્ણ થઇ ચૂક્યું છે. હવે સાતમાં અને અંતિમ તબક્કાના મતદાનમાં આજે 8 રાજ્યોની 59 સીટ પર મતદાન થશે. જેમાં પંજાબ અને ઉત્તર પ્રદેશની 13-13 સીટ, બિહાર અને મધ્ય પ્રદેશની 8-8, ઝારખંડની 3, પશ્ચિમ બંગાળની 9, હિમાચલ પ્રદેશની 4 અને ચંદીગઢની 1 સીટ પણ સામેલ છે.
- ઉત્તર પ્રદેશ - મહારાજાગંજ, ગોરખપુર, કુશીનગર, દેવરીયા, બાંસગાંવ, ધોસી, સલેમપુર, બલિયા, ગાજીપુર, ચંદૌલી, વારાણસી, મિર્ઝાપુર અને રોબર્ડસગંજ સીટ છે. 2014માં આ બધીજ સીટ પરથી BJPએ વિજય મેળવ્યો હતો.
- મધ્ય પ્રદેશ - દેવાસ, ઉજ્જૈન, મંદસૌર, ખરગૌન, ખંડવા, રતલામ અને ધાર સીટ છે. 2014માં આ આઠે સીટ પર BJPનો વિજય થયો હતો, જોકે ત્યાર બાદ રતલામ સીટ પર ફરીથી પેટાચૂંટણી યોજાઇ હતી જેમાં કોંગ્રેસે જીત નોંધાવી હતી.
- બિહાર - નાલંદા, પટના સાહિબ, પાટલિપુત્ર, આરા, બક્સર, સાસારામ, કારકટ અને જહાનાબાદ સીટ છે. 2014માં આ 8 સીટ પરથી BJPએ 7 અને RLSP એક સીટ જીતવામાં સફળ રહી હતી.
- પંજાબ - ગુરદાસપુર, અમૃતસર, જાલંધર, હોશિયારપુર, આનંદપુર, લુધિયાના, ફતેગઢ સાહિબ, ફરીદકોટ, ફિરોજપુર, બઠિંડા, સંગરુર, પટિયાલા અને ખડુર સાહિબ સીટ છે. 2014માં અહીં 14 સીટ માંથી AAP-4, અકાલી દળ-4, કોંગ્રેસ-3, અને BJP દ્વારા 2 સીટ પર જીત નોંધાવવામાં આવી હતી.
- ઝારખંડ - રાજમહલ, દુમકા, ગોડ્ડા સીટ છે.
- પશ્ચિમ બંગાળ - દમદમ, બારાસાત, બશીરહાટ, જયનગર, મથુરાપુર, ડાયમંડ હાર્બર, જાધવપુર, કોલકાતા દક્ષિણ અને કોલકાતા ઉત્તર સીટ શામેલ છે. 2014માં આ 9 સીટ પર TMCએ વિજય મેળવ્યો હતો.