નવી દિલ્હી: લોકસભામાં આજે દિલ્હી હિંસા મુદ્દે ચર્ચા થશે. મળતી જાણકારી પ્રમાણે, ગૃહ પ્રધાન અમિત શાહ જવાબ આપશે. ઉત્તર-પૂર્વ દિલ્હીમાં થયેલી હિંસામાં 700 લોકો પર કેસ દાખલ કરવામાં આવ્ચો છે અને લગભગ 24,00 લોકોને પકડવામાં આવ્યાં છે.
આજે લોકસભામાં દિલ્હી હિંસા મુદ્દે ચર્ચા, ગૃહ પ્રધાન શાહ જવાબ આપશે - ગૃહ પ્રધાન શાહ
લોકસભામાં આજે દિલ્હી હિંસા મુદ્દે ચર્ચા થશે. સંસદમાં કેટલાક દિવસોથી દિલ્હી હિંસાનો મુદ્દો ગરમાયો હતો. મળતી વિગતો પ્રમાણે, ગૃહ પ્રધાન અમિત શાહ લોકસભામાં ચર્ચાનો જવાબ આપશે. કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી અને ભાજપ નેતા મીનાક્ષી લેખી દિલ્હીના કેટલાક વિસ્તારોમાં હિંસામાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ પર ચર્ચા કરશે.
કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી અને ભાજપ સાંસદ મીનાક્ષી લેખી દિલ્હી હિંસા મુદ્દે પેદા થયેલી કાયદા વ્યવસ્થાની સ્થિતિ પર ચર્ચા શરુ કરશે. પોલીસ પ્રમાણે, 49 કેસ આમ્સ કાયદા હેઠળ દાખલ કરવામાં આવ્યાં છે. પોલીસે ઉત્તર-પૂર્વ દિલ્હીના હિંસાગ્રસ્ત વિસ્તારમાં શાંતિ સમિતિની સાથે 283 બેઠક કરી હતી.
કોંગ્રેસના 7 લોકસભા સભ્યોને અપમાન કરવા માટે બજેટ સત્રમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. સંસદીય કાર્ય પ્રધાન પ્રહલાદ જોશીએ કોંગ્રેસ સભ્યોએ ગૌરવ ગોગોઇ, ટી. એન પ્રતાપન, ડીન કુરિયાકોસ, રાજમોહન ઉન્નીથન, બેની બહનાન, મણિકન ટેગોર અને ગુરજીત સિંહ ઓજલાને સસ્પેન્ડ કરવામાં પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેને ધ્વનિમત રીતે પાસ કેવી દેવામાં આવ્યો છે.