તણાવ વચ્ચે ચૂંટણી પંચનું નિવેદન- 'લોકસભા ચૂંટણી નક્કી સમયે જ થશે' - congress
![તણાવ વચ્ચે ચૂંટણી પંચનું નિવેદન- 'લોકસભા ચૂંટણી નક્કી સમયે જ થશે'](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2578386-916-1c624b56-284c-47cf-80f3-dffdb5240849.jpg)
2019-03-01 15:54:03
નવી દિલ્હીઃ તાજેતરમાં ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ છે, ત્યાં ભારતીય ચૂંટણી પંચે મહત્વનું નિવેદન આપ્યું છે. ચૂંટણી પંચે જાહેર કર્યું છે કે, 'દેશમાં આગામી લોકસભાની ચૂંટણી તેના નક્કી સમયે જ યોજાશે.'
હાલમાં ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ છે, ત્યારે ભારતીય ચૂંટણી પંચે સમયસર એટલે કે ચૂંટણી તેના નક્કી સમયે જ થશે. ચૂંટણી પંચનું કહેવું છે કે, આગામી લોકસભાની ચૂંટણી સમયસર જ યોજાશે.
મહત્વનું છે કે, ગત 2014ની લોકસભા ચૂંટણી એપ્રિલ અને મે માસમાં યોજાઈ હતી. જે કુલ 9 તબક્કામાં યોજાઈ હતી. આ વખતે લોકસભાની ચૂંટણીની સાથે સાથે બીજા 4 રાજ્યોમાં પણ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.