પાંચમા તબક્કામાં NDAની સૌથી વધારે નજર છે કારણ કે, 2014 ચૂંટણીમાં 40 સીટો પર જીત મેળવી હતી. અને બે સીટો કોંગ્રેસને મળી હતી, જ્યારે કોંગ્રેસે રાયબરેલી અને અમેઠીમાં જ જીત મેળવી હતી.
ઉત્તર પ્રદેશમાં 14 સીટો પર દિગ્ગજ નેતાઓની વચ્ચે ટક્કર છે. જેમાં કેન્દ્રીય પ્રધાન રાજનાથ સિંહ અને સ્મૃતિ ઈરાની, UPA અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સામેલ છે. ઉલ્લેખનીય છે કે, યુપીની રાજધાની લખનઉમાં રાજનાથ સિંહને આ વખતે સમાજવાદી પાર્ટીના ઉમેદવાર પૂનમ સિંહા ટક્કર આપવાના છે. જ્યારે અમેઠી સીટ પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ટક્કર કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની સાથે થવાની છે.
રાજસ્થાનમાં 12 લોકસભા સીટો પર મતદાન થશે. જેમાં બે પૂર્વ ઓલમ્પિક ખેલાડી, એક પૂર્વ IAS અધિકારી અને એક IPS એધકારી સામેલ છે. રાજસ્થાનમાં રાજ્યવદ્ધન રાઠોડ, અર્જૂન રામ મેધવાલ પ્રમુખ ઉમેદવાર છે.
પશ્ચિમ બંગાળમાં સાત બેઠકો પર TMC, ભાજપ, કોંગ્રેસ અને માકપાની વચ્ચે ચત્તુષ્કોણીય મુકાબલો છે. 2014માં TMCએ બધી સાત સીટો પર જીત મેળવી હતી.
મધ્યપ્રદેશમાં ટીકમગઢ સીટ પર કેન્દ્રીય પ્રધાન વીરેન્દ્ર સિંહ ખટીક ભાજપના ઉમેદવાર છે. સતત ત્રીજી વખતે નસીબ ચમકાવી રહ્યા છે. આ તબક્કામાં મધ્યપ્રદેશની ટીકમગઢ, ખજૂરાહો ઉપરાંત સતના, રીવા, હોશંગાબાદ, બૈતૂલ જેવી સીટ પર મતદાન થશે.
પશ્ચિમ બંગાળની સીટ
ઉલુબેરિયા, શ્રીરામપુર, બંગાવ, બૈરકપુર, હાવડા, હુગલી, આરામબાગ