તીડ નિયતંત્રણમાં સરકાર અને તીડ નિયંત્રણ વિભાગ નિષ્ફળ જણાય છે. એક અઠવાડિયામાં બીજી વખત, તીડ જાલોરના ગામોમાં પહોંચ્યા હતાં. ઉલ્લેખનીય છે કે, સોમવારે તીડે હજારો હેક્ટરમાં વાવણી કરેલો રવી પાક બરબાદ કરી દીધો હતો.
જાલોરમાં હજારો હેક્ટર પાક તીડે ખરાબ કર્યો ઉલ્લેખનીય છે કે, સોમવારે ફરી એકવાર તીડના ઝુંડે જાલોરના ગામ પર હુમલો કર્યો હતો. સરહદીય બેડિયા ગામમાં બપોરે તીડનું એક મોટું ઝુંડ પહોંચ્યું હતું, ત્યારબાદ આ ઝુંડ આગળના ગામ તરફ રવાના થયું હતું અને જે ગામમાંથી પસાર થયું હતું, ત્યાંનો રવી પાક બરબાદ કરી નાખ્યો હતો.
તીડના હુમલાની જાણકારી મળ્યા બાદ ઈટીવી ભારતની ટીમ જિલ્લાના મુખ્ય મથકથી 200 કિમી દૂર ખેજડિયાલી, બેડિયા, મીઠા ખાગલા અને સુન્થડી ગામમાં પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા પહોચી હતી. ત્યાં પહોંચીને જોયું તો પરિસ્થિતિ કાબૂમાં નહોતી. તીડ નિયંત્રણ કરનારા અધિકારી હાજર નહોતા અને ખેડૂતો ખુદ નિયંત્રણ મેળવવા પ્રયાસો કરી રહ્યા હતા. ઘણા સ્થળોએ ખેડૂતો ધુમાડો કરીને પાક બચાવતા જોવા મળ્યા હતા.
10 કિમીમાં ફેલાયા તીડ, નિયંત્રણ માટે વહીવટીતંત્ર પાસે અપૂરતી વ્યવસ્થા
જિલ્લાના સરહદી ગામોમાં આશરે 10 કિમીની ત્રિજ્યામાં તીડ ફેલાયેલા છે, જેના પર તંત્ર હવે મંગળવારથી નિયંત્રણ લાવવા પ્રયાસો શરૂ કરશે. પરંતુ જો મંગળવારે તીડ ઉપર સંપૂર્ણ નિયંત્રણ કરવામાં નહીં આવે તો પરિસ્થિતિ વધુ ખરાબ ખઇ શકે છે. જેની સામે ખેડુતોનો આક્ષેપ છે કે, વહીવટી તંત્ર તીડ નિયંત્રણ માટે ગંભીર નથી.
પાકનો બગાડ જોઇને ખેડુતો મૂર્છિત થઈ ગયા
રવી પાક પર તીડના હુમલાને જોઈ ઘણા ખેડૂતોએ સમગ્ર પરિવારને પાક બચાવવામાં લગાવી દીધો છે. નાના બાળકોથી લઇને મોટા લોકો હાથમાં થાડી અને લોખંડના ડબ્બા લઇને તીડને ખેતરમાંથી ભગાડવાના પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ લાખોની સંખ્યામાં આવેલા તીડ ખેડૂતોનો પાક બરબાદ કરીને ચાલ્યા ગયા.
ગુજરાતમાં પણ તીડનો આતંક
ઉલ્લેખનીય છે કે, ગુજરાતના બનાસકાંઠામાં તીડનો આતંક જોવા મળે છે. જેને લઇને રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે નિવેદન આપતા કહ્યું હતું કે, તીડ પાકિસ્તાનમાંથી આવ્યાં છે.