ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાજસ્થાન, હરિયાણા બાદ હવે દિલ્હીમાં તીડનો હુમલો, તંત્ર એલર્ટ - Locust attacks in hariyana

પાકિસ્તાનથી વાયા રાજસ્થાન, હરિયાણા થઈ તીડના ઝૂંડ શનિવારે દિલ્હી પહોંચ્યાં છે. આ અંગે તંત્રએ ખેડૂતોને એલર્ટ પર રહેવાની ભલામણ કરી છે.

Locust reached in Noida
રાજસ્થાન, હરિયાણા બાદ હવે દિલ્હી તીડનો હુમલો, તંત્ર એલર્ટ

By

Published : Jun 27, 2020, 5:42 PM IST

Updated : Jun 27, 2020, 9:05 PM IST

નવી દિલ્હીઃ ગ્રેટર નોઈડા હરિયાણાથી લાખોની સંખ્યામાં તીડનું ઝૂંડ નોઇડા પહોંચ્યું છે, આ તીડના આતંકથી ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. આ તીડનું ઝૂંડ સોનીપતથી થઇને પાનીપત જિલ્લામાં શનિવાર સાંજ સુધી પહોંચ્યું હતું. હવે દિલ્હી પહોંચ્યું છે.

રાજસ્થાન, હરિયાણા બાદ હવે દિલ્હીમાં તીડનો હુમલો, તંત્ર એલર્ટ

મહત્વનું છે કે, પાકિસ્તાનથી આવેલા તીડના ઝૂંડ રાજસ્થાનથી ગુજરાત તરફ અને હરિયાણા-દિલ્હી તરફ જઈ રહ્યાં છે. હરિયાણામાં પ્રવેશ કરી તીડના ઝૂંડે રેવાડી અને નારનૌલમાં ખેડૂતોના પાકને નષ્ટ કરી નાખ્યો હતો. હવે ધીમે ધીમે આગળ વધી રહ્યાં છે. તીડના હુમલાથી બચાવવા માટે તંત્ર સતર્ક થઈ ગયું છે. એક ટીમ નોઈડા પહોંચી છે. ભારતમાં કોરોના બાદ વધુ એક નવી દુર્ઘટના સામે આવી છે. હવે ઉત્તર ભારતમાં તીડના ઝૂંડે પાકને નષ્ટ કરવાનું શરૂ કર્યું છે. જેના કારણે ખેડૂતો ખૂબ પરેશાન દેખાઇ રહ્યાં છે.

હરિયાણાથી દિલ્હીને અડીને આવેલા ગૌતમ બુદ્ધનગર જિલ્લામાં આ તીડના ઝૂંડે હુમલા કર્યો હતો. જે બાદ જિલ્લા વહીવટીતંત્રએ સજાગ રહી અગાઉ જ ખેડૂતો સાથે બેઠક બોલાવી માહિતી આપી હતી. આ બેઠકમાં કૃષિ નિયામક અને જિલ્લા મેજિસ્ટ્રેટ પણ હાજર રહ્યાં હતાં.

બીજી તરફ હરિયાણામાં લોકોએ દવાનો છંટકાવ કર્યો છે. અસરગ્રસ્ત જિલ્લા વહીવટી તંત્રએ ખેડૂતોને અપીલ કરી છે કે, તીડ ભગાડવા મોટો અવાજ કરવા થાળી, વાસણ, ચમચા, વાટકા લઇને તૈયાર રહી. આ ઝૂંડમાં 60 લાખ તીડ છે, જેની લંબાઇ 10 કિલોમીટર અને પહોળાઇ 6 કિલોમીટર છે.

Last Updated : Jun 27, 2020, 9:05 PM IST

ABOUT THE AUTHOR

...view details