ગુજરાત

gujarat

ETV Bharat / bharat

લોકડાઉનનો 5મો દિવસઃ વધતા સંક્રમણ વચ્ચે દર્દીઓ અને પરિજનો મુશ્કેલીમાં મૂકાયા - ભારત લોકડાઉન

કોરોના વાઇરસના વધતા કેસ વચ્ચે ભારતમાં રવિવારે લોકડાઉનનો 5મો દિવસ છે. વિવિધ રાજ્યોની સરકાર કડક રીતે લોકડાઉનનો અમલ કરાવવા પ્રયાસ કરી રહીં છે. જો કે, આ તમામ વચ્ચે અમૂક લોકોને મુશ્કેલીનો સામનો પણ કરવો પડે છે.

ETV BHARAT
ભારતમાં લોકડાઉનનો 5મો દિવસઃ વધતા સંક્રમણ વચ્ચે દર્દી અને પરિજન મુશ્કેલીમાં

By

Published : Mar 29, 2020, 11:22 AM IST

હૈદરાબાદઃ કોરોના વાઇરસના વધતા કેસ વચ્ચે ભારતમાં રવિવારે લોકડાઉનનો 5મો દિવસ છે. વિવિધ રાજ્યોની સરકાર કડક રીતે લોકડાઉનનો અમલ કરાવવા પ્રયાસ કરી રહીં છે. જો કે, આ તમામ વચ્ચે અમૂક લોકોને મુશ્કેલીનો સામનો પણ કરવો પડે છે.

કેન્સર દર્દી મુશ્કેલીમાં

કોરોના વાઇરસના કારણે લાગૂ કરવામાં આવેલા લોકડાઉનમાં દર્દીઓની સાથે તેમના પરિજનો પણ ફસાયા છે. લોકડાઉનથી થઇ રહેલી મુશ્કેલીનો એક આવો જ કિસ્સો મહારાષ્ટ્રમાંથી સામે આવ્યો છે. મહારાષ્ટ્રમાં શનિવારે મોડી રાત્રિએ રાજિથ નામના દર્દીએ જણાવ્યું કે, તે ઝારખંડના છે અને તેમણે પોતાના ઘરે જવા માટે 23 માર્ચની ટિકિટ પણ બૂક કરાવી હતી, પરંતુ બધું બંધ થઇ ગયું છે. તેમણે જણાવ્યું કે, હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલા વિવિધ રાજ્યોના દર્દીઓ પણ મુશ્કેલીમાં મૂકાયા છે.

આંધ્ર પ્રદેશમાં ખેડૂતોને મોબાઈલ વેનની સુવિધા

આંધ્ર પ્રદેશ સરકારે શાક માર્કેટમાં ભીડ ઓછી કરવા માટે મોબાઈલ બજારની યોજના શરૂ કરી છે. આ પહેલથી ખેડૂતો સીધો શાકભાજી વેંચી શકે છે.

દિલ્હીમાં લોકડાઉન

મુનિરકાના રૈન બસેરામાં લોકડાઉનને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર મફત ભોજન આપી રહીં છે.

છત્તીસગઢમાં લોકડાઉન

રાયપુર પોલીસે લોકડાઉન દરમિયાન લોકો પર નજર રાખવા ડ્રોન તૈયાર કર્યાં છે. પોલીસના જણાવ્યા અનુસાર વધુ વસ્તી ગીચતા વાળા વિસ્તારમાં જનર રાખવામાં આવી રહીં છે.

ગોવામાં લોકડાઉન

લોકડાઉનને ધ્યાનમાં રાખીને તમામ ધાર્મિક સ્થળોને બંધ થવાના કારણે ઘણા ચર્ચોએ જાહેરાત કરી કે, રવિવારની પ્રાથના સ્થાનિક ટેલીવિઝન ચેનલો પર લાઈવ-સ્ટ્રીમ દ્વારા કરવામાં આવશે. પણજી ચર્ચના પાદરીએ કહ્યું કે, અમે લોકોને ઘરમાં રહેવા માટે અપીલ કરીએ છીએ.

ABOUT THE AUTHOR

...view details