ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આંધ્ર પ્રદેશમાં લોકડાઉન, રેડ્ડી સરકાર ગરીબોને મફ્ત રાશન પૂરૂ પાડશે - CM YS Jagan Mohan Reddy

આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન જગનમોહન રેડ્ડીએ લોકડાઉનની જાહેરાત કરી છે. જે દરમિયાન ગરીબોને મફ્ત રાશન અને 1000 રૂપિયા આપવામાં આવશે.

આંધ્ર પ્રદેશમાં લોકડાઉન,રેડ્ડી સરકાર ગરીબોને મફ્ત રાશન પૂરૂ પાડશે
આંધ્ર પ્રદેશમાં લોકડાઉન,રેડ્ડી સરકાર ગરીબોને મફ્ત રાશન પૂરૂ પાડશે

By

Published : Mar 22, 2020, 11:31 PM IST

અમરાવતી: કોરોના વાઇરસના કારણે ભારતમાં કેટલાક રાજ્યોમાં લોકટાઉની સ્થિતિ થઇ છે. ત્યારે આંધ્ર પ્રદેશના મુખ્યપ્રધાન જગનમોહન રેડ્ડીએ પણ લોકાડાઉનની જાહેરાત કરી છે. આ સાથે જ ગરીબોને મફ્ત રાશન અને 1000 રૂપિયાની સહાય પણ સરકાર દ્વારા કરવામાં આવશે.

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે રવિવારે લોકડાઉનની જાહેરાત કરી હતી. તેમણે લોકોને અપીલ કરી કે, જરૂરી હોય તો જ ઘરેથી બહાર નીકળે. બીજી તરફ મહારાષ્ટ્ર અને તમિલનાડુએ રવિવારના જનતા કર્ફ્યૂને એક દિવસ માટે વધારવાની અપીલ કરી છે. કેજરીવાલે કહ્યું કે લોકડાઉનના નિયમો નહીં માનનારા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી થશે

દેશના 23 રાજ્યોમાં કોરોનાવાયરસ પહોંચી ચૂક્યો છે. સૌથી વધારે 74 કેસ મહારાષ્ટ્રમાં સામે આવ્યા છે. માત્ર ઝારખંડ, સિક્કિમ, અરુણાચલ, અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરા, મિઝોરમમાં અત્યારે કોરોનાવાયરસના કેસ સામે આવ્યા નથી. કોરોનાના 90 ટકા દર્દી હોસ્પિટલમાં દાખલ છે. માત્ર 7 ટકા કેસમાં રિકવરી થઇ છે.

ABOUT THE AUTHOR

...view details