નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં કોરોના વાઇરસનો કહેર યથાવત છે, ત્યારે તેના ફેલાવાને રોકવા માટે વડાપ્રધાન મોદી દ્વારા લૉકડાઉનને 3 મે સુધી વધારવામાં આવ્યું છે, ત્યારે ભારતીય રેલવે દ્વારા પણ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવેએ પેસેન્જર સેવાઓ રદ્ કરી છે અને એડવાન્સ બુકિંગ પણ કેન્સલ કર્યા છે.
દેશમાં લૉકડાઉન દરમિયાન 39 લાખ લોકોએ ટ્રેનમાં બુકિંગ કરાવ્યું હતું, પરંતુ લૉકડાઉન વધવાથી બુકિંગ કેન્સલ કરવામાં આવ્યા છે. પરંતુ તમારે ચિંતાની જરુર નથી, કારણ કે, આ દરમિયાન બુક કરેલી ટ્રેનની ટિકિટ્સના પૈસા પરત મળી શકશે.